• ચેન્નાઈ મેયરના સાર્જન્ટને લિપસ્ટિકની આદત બની બદલીનું કારણ

ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનની પ્રથમ મહિલા માર્શલને ગયા મહિને સત્તાવાર કાર્ય દરમિયાન લિપસ્ટિક ન લાગવાના આદેશનો કથિતપણે અવગણના કરવા બદલ મેયરને ઑફિસમાંથી કાઢી મૂકવામાં આવી છે. જે અંગે ટ્રાન્સફર અંગે કહ્યું છે કે ’આ ગ્રેટર ચેન્નાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને આવી સૂચનાઓ માનવ અધિકારોની વિરુદ્ધ છે.’

50 વર્ષીય એસ.બી. માધવીને કથિત રૂપે ટ્રાન્સફર ઓર્ડર મળ્યો હતો, તે અંગે જ્યારે તેણીએ મેયર આર પ્રિયાના અંગત મદદનીશ શિવ શંકરને પૂછ્યું કે તેણીને અથવા અન્ય કોઈને કામ પર લિપસ્ટિક લાગવવાથી રોકવાનું શું કારણ છે. ત્યારે માધવીએ શંકરના 6 ઓગસ્ટના મેમોરેન્ડમના જવાબમાં લખ્યું હતું કે, “તમે મને લિપસ્ટિક લગાવવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ તો પણ મે લગાવી હતી . જો તે ગુનો છે, તો મને લિપસ્ટિક લગવવા પર પ્રતિબંધ મૂકતો સરકારી આદેશ બતાવો.”

તેમણે કહ્યું કે “આ ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન છે, અને આવી સૂચનાઓ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. તમારો મેમો ત્યારે જ માન્ય ગણાશે જયારે હું ફરજ પર હોય અને મે કામ ન કર્યું હોય.” મેમોમાં “ડ્યુટીમાં બેદરકારી”, “કામના કલાકો દરમિયાન કામ માટે જાણ ન કરવી” અને “ઉપર અધિકારીઓના આદેશનો અનાદર કરવો” વગેરે જેવા આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી હવે માધવીની બદલી બાદ ચેન્નાઈના મેયરની ઓફિસમાં સાર્જન્ટનું પદ ખાલી છે.

ડીએમકેના મેયર પ્રિયાએ જણાવ્યું હતું કે ચેન્નાઈમાં રિપન બિલ્ડીંગ ખાતે મહિલા દિવસની ઉજવણી દરમિયાન ફેશન શોમાં સાર્જન્ટની સહભાગિતાએ ટીકાને આમંત્રણ આપ્યું હતું. “તેને આ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

તેમજ મેયરની ઑફિસમાં વારંવાર મંત્રીઓ અને દૂતાવાસના અધિકારીઓ આવતા હોવાથી, મારા પીએએ તેને લિપસ્ટિક લગાવવાની મનાઇ કરી હતી.” ત્યારપછી દફાદર માધવીને મેયર ઓફિસમાંથી હટાવીને મનાલી ઝોન ઓફિસમાં મોકલી દેવામાં આવ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.