મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની પણ શુભેચ્છા મુલાકાત લેશે
રાજકોટ મહાનગરપાલિકામાં ગત શુક્રવારે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ૧૫ ખાસ સમિતિઓના સભ્યોની નિમણુક કરવામાં આવી હતી. સોમવારે સમિતિ ચેરમેનોએ વિધીવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. દરમિયાન આજે મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓ અને ૧૫ ખાસ સમિતિઓના ચેરમેનો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શુભેચ્છા મુલાકાત માટે દોડી ગયા છે. મુખ્યમંત્રી ઉપરાંત તેઓ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની પણ શુભેચ્છા મુલાકાત લેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લેવા માટે આજે બપોરે મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, પક્ષના દંડક અજયભાઈ પરમાર ઉપરાંત બાંધકામ સમિતિના ચેરમેન મનીષ રાડીયા, સેનીટેશન ચેરમેન અશ્વીન ભોરણીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર, લાઈટીંગ સમિતિ ચેરમેન મુકેશ રાદડિયા, વોટર વર્કસ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, કાયદા અને નિયમોની સમિતિના ચેરમેન શિલ્પાબેન જાવીયા, માર્કેટ સમિતિના ચેરમેન પરેશ પીપળીયા, હાઉસીંગ સમિતિના ચેરમેન જયાબેન ડાંગર, પ્લાનીંગ કમિટીના ચેરમેન અનિતાબેન ગૌસ્વામી, ડ્રેનેજ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, ગાર્ડન સમિતિના ચેરમેન વિજયાબેન વાછાણી, શીશુ કલ્યાણ અને ફાયર બ્રિગેડ સમિતિના ચેરમેન પાબેન શીલુ, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા અને એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રિતીબેન પનારા ગાંધીનગર મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે ગયા છે. તેઓની સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને ધારાસભ્યો ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.