શહેરીજનોને વરસાદ દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સતત કાર્યરત: મેયર ડો.જૈમન ઉપાધ્યાય
મેયર ડો.જૈમન ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે કે ગઈકાલ બપોરથી ખુબજ શાંતિપૂર્ણ રીતે મેઘરાજાની અવિરત કૃપા ચાલુ છે. વરસાદના કારણે નાના મોટી ફરિયાદો આવતી હોઈ છે. આવી ફરિયાદોનો નિકાલ થાય તે માટે રાત્રીના પણ કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેલ. આ ઉપરાંત વહેલી સવારથી જ જુદા-જુદા વિસ્તારોમાં ગયેલ જે કઈ નાની મોટી ફરિયાદો જાણવામાં આવેલ તે સ્બંધક અધિકારીને તથા કંટ્રોલ રૂમને જાણ કરેલ. સવારના રાઉન્ડ સમયે ગુજરાત મ્યુની. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મ્યુની.કમિશનર બંછાનિધિ પાની પણ સાથે રહેલ. સાથે સાથે પોલીસ કમિશનર, કલેકટર વિગેરે સાથે પણ સતત સંકલન કરવામાં આવેલ.
મેઘરાજાએ ૧૬ ઈંચથી વધુ વરસાદ ખુબજ હેતભર્યો અને કોઈપણ જાતના નુકશાન વગર વરસેલ છે. જે રાજકોટ માટે ખુબજ આનંદની છે. સવારથી કંટ્રોલ રૂમમાં ૫૬ જેટલી ફરિયાદો આવેલ જેમાં મોટાભાગની પાણી ભરાવાની, ૨ થી ૩ જગ્યાએ ઝાડ પડવાની વિગેરે ફરિયાદ આવેલ જેના નિકાલ માટે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. જેમ ખાસ કરીને જંગલેશ્વરમાં એક ભયગ્રસ્ત મકાનમાં રહેતા પરિવારનું સ્થળાંતર કરેલ છે તેમજ રેલનગર વોકળાની આજુ બાજુ રહેતા આશરે ૪૦ જેટલા લોકોને શાળા નં.૩૩માં સ્થળાંતર કરવામાં આવેલ. કોઠારીયા વિસ્તારમાં જે-જે વિસ્તારમાં પાણી ભરાયેલ તેવા વિસ્તારમાં જેસીબી દ્વારા પાણી નિકાલની કાર્યવાહી કરેલ.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને શહેરમાં ગઈકાલથી સતત વરસાદ ચાલુ હોઈ જેન અનુસંધાને રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સતત સંપર્કમાં છે. તેમજ કોર્પોરેટરો પણ પોતાના વિસ્તારમાં કાર્યરત છે. આમ શહેરીજનોને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે તંત્ર પણ સતત કાર્યરત છે.
ત્રણેય ઝોનના સિટી એન્જીનીયરની તાત્કાલિક બેઠક બોલાવેલઅને તમામ વોર્ડની માહિતી મેળવેલ તેમજ ડે. એન્જિનીયર, આસી. એન્જીનીયર વિગેરે સતત ફીલ્ડમાં રહે તે માટે સુચના આપવામાં આવેલ તેમ મેયર અંતમાં જણાવે છે.