કેન્દ્રીય કેબિનેટ સગીર સાથે રેપના કેસમાં ફાંસીની સજાની જોગવાઈના પ્રસ્તાવને આજે મંજૂરી આપી શકે છે. શનિવારે કેબિનેટની બેઠકમાં ‘પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ’ એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનને મંજૂરી આપી શકે છે. ત્યારપછી 12 વર્ષની ઉંમર સુધીના બાળકોના રેપના દોષિતોને મોતની સજા આપી શકાશે. અત્યારે પોક્સો એક્ટ અંતર્ગત વધુમાં વધુ આજીવન કેદ અને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા આપવામાં આવે છે. જમ્મુના કઠુઆ અને ઉત્તર પ્રદેશના એટામાં સગીર બાળકી સાથે થયેલી રેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

બીજી જોગવાઈ એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલી છે. આ અધ્યાદેશ પણ તૈયાર છે. તેમાં એસસી-એસટી એક્ટને જૂના સ્વરૂપે લાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે હાલના કાયદામાં ફેરફાર કરીને તેમાં જેલ મોકલતા પહેલાં અમુક શરતો લગાવી છે. ત્યારપછી સમગ્ર દેશમાં દલિત આંદોલન થયું હતું.કાયદા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ પ્રમાણેના વિવાદોનો ઉકેલ લાવવા માટે આજે આવો એક અધ્યાદેશ રજૂ થાય તે જરૂરી છે. આ સંશોધન બિલ માટે ચોમાસુ સત્ર જુલાઈમાં શરૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.