સુપ્રીમ કોર્ટના જજો અને કોલેજીયન કે.એમ.જોસેફની સિનિયોરીટી ઘટાડવાના કેન્દ્રના નિર્ણયથી નાખુશ
સુપ્રીમ કોર્ટના કોલેજીયમ સહિત ઘણી ન્યાયાધીશ ન્યાયમૂર્તિના કે.એમ.જોસેફની વરિષ્ઠના ક્રમમાં ઘટાડો કરવાના નિર્ણયથી કેન્દ્રથી નાખુશ છે. જસ્ટીસ જોસેફ અને અન્ય બે ન્યાયાધીશોને શીર્ષ કોર્ટમાં પદ બદલવાની સુચના આપવામાં આવી હતી. અપેક્ષ કોર્ટના સુત્રોએ જણાવ્યું કે કોલેજીયમનાં અમુક સભ્યો સહિત ન્યાયાધીશ પ્રધાન જસ્ટીસ દિપક મિશ્રાને સોમવારે મળીને જોસેફનું નામ ત્રીજા ક્રમે રાખવાના કેન્દ્રના નિર્ણય સામે અસંતોષ જાહેર કરશે. સુત્રોએ જણાવ્યું કે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાની શપથવિધિ પહેલા યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશનના અમુક સભ્યોએ તેઓ આ મુદ્દે એક અરજી કરશે.
ન્યાયમુર્તી જોસેફને અપેક્ષ કોર્ટમાં પદવી આપવાને લઈને સીજીઆઈ નીટ કોલેજીયમ અને કેન્દ્ર વચ્ચે ટકરાર થઈ રહી છે. ઉતરાખંડ હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે જોસેફ રહ્યા હતા. તેણે ૨૦૧૬માં રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના નિર્ણયને ફગાવ્યો હતો. જયારે ઉતરાખંડમાં કોંગ્રેસની સરકાર હતી માટે સિનિયરીટી મેળવવા થયેલી ટકરારમાં હાલ કોલેજીયન અને કેન્દ્ર આમને સામને છે.
જોસેફ ઉપરાંત સિનિયરીટી માટે ઈન્દિરા બનર્જી અને વિનીત સરનના નામ પણ પ્રકાશમાં આવ્યા છે. જોકે સરકારે મલ્હોત્રાની નિયુકતી માટે રાજીપો દર્શાવ્યો છે પરંતુ ૩૦ એપ્રિલે જોસેફની ભલામણ પાછી ખેંચી લેવામાં આવી હતી. કોલેજીયમે ૧૬મી જુલાઈના રોજ ફરી તેમનું નામ રિકમેન્ડ કર્યું હતું. જજોની સિનિયરીટીની સુચી સરકાર માટે પડકારજનક મુદ્દો બની રહી છે. જસ્ટીસ જોસેફ ૧૪મી ઓકટોબર ૨૦૦૪નાં રોજ હાઈકોર્ટના જજ બન્યા તેઓ ૧૬મી જુન ૨૦૨૩ના રોજ નિવૃત થશે.