સ્પેન અને પોર્ટુગલનો એક જ ગ્રુપમાં સમાવેશ
રશિયામાં જૂન-૨૦૧૮ માં ફુટબોલ વિશ્ર્વ કપનો પ્રારંભ થઇ રહ્યો છે તારીખ ૧૪મીએ જુને રશિયાની રાજધાની મોસ્કોમાં રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ઓપનીંગ મેચ રમાશે.
આ સિવાય બે મોટી ટીમ સ્પેન અને પોર્ટુગલ વચ્ચેની મેચો ફાઇનલ મુકાબલા જેટલી જ રોમાંચક બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી કેમ કે બંને ટીમની તાકાત એવી છે કે ફાઇનલ જીતવા માટે સક્ષમ છે. હવે આ બંને ટીમ ‘બી’ ગુ્રપમાં આવી જતાં તેમની વચ્ચે રમાનારી મેચો અતિશય રોમાંચક બની રહેશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે સ્પેન અને પોર્ટુગલ બંને એવા દેશ છે જયાં ફૂટબોલ ફીવર છે. મતલબ કે જેમ ભારતમાં ક્રિકેટ ફીવર છે તેમ આ બંને યુરોપીય દેશમાં ફુટબોલ અર્થાત સોકર પાછળ પ્રજા પાગલ છે.
અગાઉ એવું પણ બન્યું છે કે જીતેલી મેચ કોઇ ટીમ હારી જાય ત્યારે કોઇ પાગલ ફુટબોલ પ્રેમી ખેલાડીને ગોળી મારી દે અગાઉ ફ્રાંસ અને આર્જેન્ટીના વચ્ચેના વિશ્ર્વકપના મહત્વના મેચમાં આર્જેન્ટીના પેનલ્ટી શૂટ આઉટમાં હારી ગયું એટલે હારનો ટોપલો ગોલકીપર પર ઢોળી દેવાયો અને એક ફુટબોલ પ્રેમીએ પેલા ગોલકીપરનો જીવ લઇ લીધો.
ટૂંકમાં તારીખ ૧૪મી જુન ૨૦૧૮ થી વિશ્ર્વભરમાં ફુટબોલ ફીવર શરુ થઇ જશે તે નકકી જ છે.