કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને સાંસદ પુનમબેન માડમ ઉપસ્થિત રહ્યા
શ્રી મુરલીધર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રી આહિર સમાજ સેવા સમિતિ – ધ્રોલ દ્વારા ધ્રોલ તાલુકામાં સાતમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી અને અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધ્રોલ ક્ધયા છાત્રાલયના પ્રમુખ ગીગાભાઈ રાઠોડ, મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા મામલતદાર અને તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ધ્રોલ તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ આહીર સમાજના અગ્રણીઓ ભીખુભાઈ વારોતરીયા, નાગદાનભાઈ ચાવડા, લાભુભાઈ ખીમાણીયા, વી.એચ. કનારા, મુળુભાઇ કંડોરીયા, ગીગાભાઇ માંડણભાઇ રાઠોડ, મેરામણભાઈ ભાટ્ટુ, બાબભાઈ મકવાણા, દેવદાનભાઈ શિયાળ, વસરામભાઈ લૈયા, શૈલેષભાઈ ડાંગર, ધનસુખભાઈ શિયાર સહિતના મહાનુભાવો વિશેષ અતિથી તરીકે હાજર રહ્યા હતા.
આ સમૂહ લગ્નમાં આહિર સમાજના ૩૦ દીકરા – દીકરીઓના લગ્ન કરાવી આશીર્વાદ આપ્યા હતા. પ્રભુતામાં પગલા પાડતી દીકરીઓને કરિયાવરમાં એક લાખથી વધારે કિંમતની ૬૧ વસ્તુઓ આપવામાં આવી હતી.
આહીર સમાજ માં બનેલ ગવર્મેન્ટ ઓફિસરનું અને દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું.
આહિર સમાજના આગેવાનો દ્વારા પોતાના પરિવારના સ્વર્ગવાસી સભ્યોના નામ થી દાન કરેલ હોય તેનો શિલડ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. લગ્નોત્સવને સફળ બનાવવા માટે આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ નારણભાઇ મકવાણા, મહેશભાઇ બરારીયા, પ્રકાશભાઇ લૈયા, નરસંગભાઇ ઝાટીયા, તેમજ ટ્રસ્ટીઓ હરસુખભાઇ શિયાર, કેશુભાઇ ખીમાણીયા, અશોકભાઇ કાનગડ, લખનભાઇ ડાંગર, કનુભાઇ મકવાણા, જશુભાઇ શિયાર, કારૂભાઇ ડાંગર, હરીભાઇ ખીમાણીયા, રમેશભાઇ ડાંગર, બાબુભાઇ સોલંકી, કરશનભાઇ બરારીયા, ભરતભાઇ ડાંગર સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.