નાથદ્વારામાં યાત્રિકો માટે પારિવારિક સુવિધા તથા સ્વાદમાં શ્રેષ્ઠ ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’
ગુજરાતમાં ૨૭ રેસ્ટોરન્ટ ધરાવતા ટીએમજી ગ્રુપનું ભવ્ય નિર્માણ જેમાં ૧૦૧ રૂમ, ૩ રેસ્ટોરન્ટ, જીમ, સ્વિમિંગ પુલ, સ્પોર્ટસ કલબ જેવી અત્યાધુનિક સુવિધાઓ
રાજસ્થાન અને તેમાં પણ નાથદ્વારા નયન રમણીય અને ધાર્મિક સ્થળ પર રોકાવા માટે એક ભવ્ય આકાર ધરાવતી ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’ મુસાફરો માટે ઉત્તમ વિકલ્પ સાબિત થતો રહ્યો છે. ૭૫ મલ્ટી સ્પેશિયલ રૂમ ધરાવતી હોટલમાં પારિવારીક સંબંધો સાથે ઉતમ સર્વિસ ધરાવતી ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’ હોટલ એક અનોખી ઓળખાણ ધરાવે છે.
ગુજરાતભરમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ૨૭થી પણ વધુ મારૂતીનંદન રેસ્ટોરન્ટની શાખા ધરાવતા મારૂતીનંદન ગ્રુપનાં માલિક મદનસિંહ ચૌહાણ પોતાના વતનથી નજીક એક ભવ્ય આકારમાં હોટલની સ્થાપના કરી છે. ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’ નામ પ્રમાણે ગ્રાન્ડ સર્વિસીસ અને સુવિધાઓ સાથે રોકાતા મહેમાનોનાં મુખે પ્રશંસાપાત્ર બની રહ્યું છે. પારિવારીક વાતાવરણ સાથે ભોજનમાં પણ એક અનોખો જ અહેસાસ કરાવવામાં ટીએમજી કારગત સાબિત થયું છે. સ્વિમીંગ પુલ, ૩ રેસ્ટોરન્ટ, ૩ પ્રકારનાં રૂમ સાથે નાથદ્વારામાં પધારતા મુસાફરો માટે તમામ સુવિધાઓ મેળવવા એક ઉત્તમ વિકલ્પ બની રહ્યું છે.
‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’ શહેરની જીંદગી અને ઉમદા સર્વિસથી ભરપુર હોટલ એક શાંતિપૂર્ણ રજાઓ તરીકે મહેમાનો પધારે છે. સાથે ફકત હરવા-ફરવાની સાથે કોર્પોરેટ ઈવેન્ટસ અને ડેસ્ટીનેશન વેડિંગ માટે પણ વન સ્ટોપ ઓપશન તરીકે પણ ટીએમજી અગ્રેસર રહે છે. ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’માં કૌટુંબિક રૂમ, ફેમિલી સ્પુટ, રીંગલ સ્પુટ અને ઉચ્ચકક્ષ ત્રણ પ્રકારનાં રૂમ, ત્રણ રેસ્ટોરન્ટ, મીટીંગ્સ અને ઈવેન્ટસ માટે ૪૫૦૦૦ ચોરસ ફુટમાં કોર્પોરેટ ઈવેન્ટસ માટે પ્રયોર સ્પેસ પણ છે. સાથો સાથ બાળકો માટે સ્પોર્ટસ કલબ, ડેસ્ટીનેશન વેડિંગ માટે પ્રયોર આયોજન પણ ટીએમજીમાં મળી રહે છે.
અબતક સાથેની વાતચીતમાં ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’નાં જનરલ મેનેજર નારાયણસિંઘે જણાવ્યું હતું કે, ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’ હોટલ એક બ્રાન્ડ છે જેને હમણા જ થોડો સમય પહેલા નાથદ્વારા ખાતે શરૂ કરવામાં આવી છે. અમારી શરૂઆત મારૂતીનંદન ગ્રુપ ઓફ રેસ્ટોરન્ટ પુરા ગુજરાતમાં અને ખાસ અમદાવાદમાં ૨૭ ફ્રેન્ચાઈઝી છે અને કાઠિયાવાડી ભોજન અને અન્ય ભોજનમાં લોકોને ખુબ પસંદ છે. શ્રી મારૂતિનંદન ગ્રુપ ઓફ રેસ્ટોરન્ટની જો વાત કરવામાં આવે તો અમને જણાવતા ખુબ આનંદ થાય છે કે આપણા દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે પણ અમદાવાદ રોકાણ કરે છે ત્યારે તેમની ખાવા-પીવાની તમામ વ્યવસ્થા મારૂતીનંદન ગ્રુપ ઓફ રેસ્ટોરન્ટમાંથી જ કરવામાં આવતી હતી. અમારો ધ્યેય એ જ છે કે રેસ્ટોરન્ટ ભોજન સૌથી સારામાં સારું અને મહેમાનોને પીરસી શકીએ.
નાથદ્વારામાં ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’ની પ્રથમ હોટલની શરૂઆત કરવામાં આવી છે. જેનાં માત્ર બે જ કારણ છે કે એક તો શ્રીનાથજીની કૃપા બધા પર બની રહે અને ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં લોકો અત્રે બહોળી સંખ્યામાં દર્શનાર્થે આવે છે ત્યારે તે લોકોને ફાઈવ સ્ટાર સુવિધા સાથે ગુજરાતી અને કાઠિયાવાડી સ્વાદ આપવા માટે ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’ની સ્થાપના કરવામાં આવી છે અને બીજુ એ પણ કારણ છે કે ટીએમજીનાં માલિક મદનસિંગ ચૌહાણ મુળ નાથદ્વારાની પાસેના ગામમાં પોતાનું વતન હોવાથી અત્રે હોટલ શરૂ કરવાનું વિચાર્યું હતું. ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’ વિશે જો વિસ્તૃત વાત કરવામાં આવે તો હોટલનું લોકેશન નાથદ્વારા મંદિરથી અને ઉદયપુરથી તદન નજીક છે. સાથે ૧૦૧ રૂમ, ત્રણ કેટેગરી સાથે અવેલેબલ છે.
ફેમિલી સીટ ગુજરાતની પરંપરાને ધ્યાનમાં રાખી બે બેડરૂમ સાથે બનાવવામાં આવ્યો છે અને હોટલનાં તમામ રૂમ અદ્યતન સુવિધાઓથી ભરપુર છે. ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’માં પધારેલા મહેમાનો માટે રૂમની સુવિધાઓ ઉપરાંત હોટલમાં ત્રણ રેસ્ટોરન્ટ છે. સાથે એક મીની કેફે પણ છે અને ખાવા-પીવાની બાબતમાં ટીએમજી એક અલગ જ ઓળખાણ ધરાવે છે તો લોકોની પસંદગી પર અને સ્વાદ પર ખરા ઉતરવામાં સફળ રહ્યા છીએ.
અન્ય વ્યવસ્થાઓમાં પણ સ્વિમિંગ પુલ છે, પ્લેયીંગ એરિયા છે, ડિસ્કોથીક અને બેન્કવીટીંગ પાર્ક પણ અવેલેબલ છે. કોઈપણ મહેમાનોને ડેસ્ટીનેશન વેડીંગ માટે જો ટીએમજી પસંદ કરે તો મહેમાનોને એકદમ પારિવારીક સુવિધાઓ સાથે લગ્ન માટેની તમામ વ્યવસ્થા ખુબ સારી રીતે મળી શકે છે. સાથો-સાથ ટીએમસી ગ્રુપ અહીંયા પધાર્યા તેના માટે અમે ખુબ ધન્યવાદ માનીએ છીએ અને આવનારા સમયમાં ખાસ ગુજરાતથી પધારતા મહેમાનો માટે અને ડેસ્ટીનેશન વેડિંગ માટે અમે વધુને વધુ સારું મળી રહે તેની માટે સતત પ્રયત્નશીલ છીએ. ‘ધ મારૂતીનંદન ગ્રાન્ડ’નાં માલિક મદનસિંઘ ચૌહાણ ખુબ મહેનત અને લગનથી ગુજરાતમાં ૨૭ રેસ્ટોરન્ટ બાદ એક ગ્રાન્ડ હોટલની સ્થાપના કરી છે અને આ હજુ એક શરૂઆત છે. ભવિષ્યનાં સમયમાં અમે મારૂતીનંદનનું પુરુ સામ્રાજય બનાવવાનો પ્રયત્ન કરીશું.