હમણાં ઘણા સમય થી લોકો માટે ઘણા બધા એકટર અને એક્ત્રેશ ના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે બોલીવુડની ગલીયારોમાં ઘણા બધા સેલેબ્રીટી લગ્નના તાંતણે બંધાયા છે. જેમાં સુનીલ શેટ્ટીની દીકરી આથ્યા શેટ્ટી અને કેલ રાહુલ તો કીયારા અડવાની અને સિધાર્થ મલ્હોત્રા…..ત્યારે ફરી એક આવાજ લગ્નના સમાચાર સામે આવ્યા છે જેમાં ભૂતકાળના સુપ્રસિધ અભિનેત્રી તથા અત્યારના લોકસભાના સદસ્ય સ્મૃતિ ઈરાનીના દીકરી શનેલ ઈરાની અર્જુન ભલ્લા સાથે ગઈકાલે( ૯ ફેબ્રુઆરીના રોજ ) લગ્નના તાંતણે બંધાયા છે.

WhatsApp Image 2023 02 10 at 12.49.50 PM

આ લગ્નની સાદગી લોકોના હૃદય સુધી પોહચી છે કારણકે આ મેરેજ ખુબ સિમ્પલ અને સાદાય થી કરવામાં આવ્યા છે જેમાં કોઈ જ વીઆઈપી મેહમાનો વગર માત્ર 70 લોકોની હાજરીમાં લગ્ન કરવામાં આવ્યા હતા. તમામ પધારેલા મેહમાનોનું રાજસ્થાનના પરંપરાગત રીત-રીવાજો થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાહી અંદાજ માં અર્જુન ભલ્લા ની બારાત કાઢવામાં આવી હતી તો સાથે સ્મૃતિ ઈરાની પોતાના જમાઈનું જોરદાર સ્વાગત કર્યું હતું સાથે જબરી આતિશબાજી પણ કરી હતી.

WhatsApp Image 2023 02 10 at 12.50.08 PM

ખાસ કરીને આ લગ્નમાં સિક્યુરીટી ખુબજ કડક રાખવામાં આવી હતી. જેમાં મેહમાનો માટે નો-ફોન પોલીસિ રાખવામાં આવી હતી જેમાં કોઈ પણ વ્યક્તિને મંડપમાં ફોન લઈને પ્રવેશ કરવા પર પ્રતિબંધ હતો સાથે જ તેમના લગ્ન ખુબજ ખાનગી પણ રાખવામાં આવ્યા છે.

સાથે જ બંને ખુબ જ પ્રોપર લૂક સાથે પણ જોવા મળ્યા હતા. અર્જુને સફેદ રંગનો કુર્તા સાથે લાલ રંગો સાફો ત્યારે શનેલ હેવી વર્ક સાથે ખુબજ સુંદર ચણીયા ચોળી પેહરી હતી. જે બંનેને ખુબ જ બેસ્ટ લૂક આપતો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.