૧૩ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે : સંતો-મહંતો આશિવર્ચન પાઠવશે
ગુર્જર પ્રજાપતિ સમુહલગ્ન સમીતી રાજકોટ દ્વારા આયોજન સમુહલગ્નોત્સવ નાત જમણવાર અને તા.૧ને રવિવારના રોજ ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.ગુર્જર પ્રજાપતિ સમાજના લગ્નોત્સવમાં ૧૩ નવયુગલો ભાગ લઇ પ્રભુતામાં પગલા માંડશે. નવદંપતિઓને આશિવર્ચન પાઠવવા માટે સતાધારના મહંત પ.પૂ. વિજયબાપુ, પીપળીધામના મહંત પ.પૂ. બ્રહ્મનિષ્ઠ વાસુદેવ મહારાજ, નકળગધામના મહંત પ.પુ. દલસુખ મહારાજ અને પ.પૂ. અભેદાનંદબાપુ ચરાડવાના ઉ૫સ્થિત રહેનાર છે.
સમુહલગ્ન સમારોહમાં દલસુખભાઇ પ્રજાપતિ- ચેરમેન માટીકામ કલા બોર્ડ – ગાંધીનગર, કુ. નીતાબેન વસવેલીયા- સીનીયર સીવીલ જજશ્રી રાજકોટ, એચ.બી. જોટાણીયા, સીનીયર સીવીલ જજ રાજકોટ, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય, નરેશભાઇ પ્રજાપતિ અમદાવાદ, ડો. જયરામ પ્રજાપતિ કાર્ડીયોસર્જન ક્રાઇસ્ટ હોસ્પિટલ, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, જયેશભાઇ ઉપાઘ્યાય બોલબાલા ટ્રસ્ટ રાજકોટ, નીતીનભાઇ ભારદ્વાજ, ઉદયઘા કાનગડ, અશ્ર્વિનભાઇ મોલીયા ડે.મેયર, ધનસુભાઇ ભંડેરી, પી.ખોખર ગુજરાત પ્રદેશ મંત્રી (એનએસયુઆઇ) અભયભાઇ ભારદ્વાજ, મેમ્બર લોક કમિશન ભારત સરકાર, નવીનભાઇ ઠકકર, પ્રિન્સીપાલ ચૌધરી હાઇસ્કુલ, શ્રીમતિ અંજનાબેન મોરઝરીયા, મનોહરસિંહજી જાડેજા ડે. કમિશ્નર, બી.જી. પ્રજાપતિ ડે. મ્યુનિ. કમિશ્નર રાજકોટ, ડો. દિનેશભાઇ ચૌહાણ, યશ હોસ્પિટલ તથા સૌરાષ્ટ્રના જીલ્લા અને તાલુકા સમસ્ત ગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખો અને સમાજના અગ્રણી મહાનુભાવો ખાસ ઉ૫સ્થિત રહેશે.
પ્રભુતામાં પગલા પાડનાર દીકરલઓને સમાજના દાતા પરિવાર તરફથી કબાટ, સેટી પલંગ, ગાદલું, ફ્રીઝ, મામટ, બાજોઠ, સ્ટીલનું બેડું, ખુશી, પાનેતર, સ્ટીલના ડબા, મંગળસૂત્ર, ટ્રાવેલીંગ બેગ, સોનાના પેન્ડલ, સોનાના દાણા, કંદોરા, ડાયમંડ સેટ વીટી ચાંદીના તુલસી કયારા, કિચનસેટ સહીત ૮૦ થી વધુ ઘરવખરીની ચીજવસ્તુઓ કરિયાવરમાં ભેટ સ્વરુપે આપવામાં આવશે