- બખાન ક્યાં કરું મેં રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા
- તમામ દેવતાઓને જે સમૃદ્ધિ મળી છે તે તમામ મહાદેવને આભારી તેથી જ “શિવ મહાન છે”
પાટડીમાં ઉદાસી આશ્રમ પૂ.જગા બાપાના સાનિધ્યમાં શિવ કથા ના છઠ્ઠા દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજા ગીરીબાપુ એ સંગીતમય શૈલી સાથે જણાવ્યું હતું કે, દક્ષ પ્રજાપતિના ઘરે સતીનો જન્મ્ ના અવસરને હરખભેર વધાવવામાં આવે છે,નગરમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેનું વિવરણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું, તેઓ દેવી પાર્વતીના પ્રથમ અવતાર તરીકે પણ ઓળખાય છે, સતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યા એટલી તીવ્ર હતી કે દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા હતા.સતીએ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. તેમણે ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો હતો અને માત્ર ધ્યાન અને પ્રાર્થનામાં જ પોતાનો સમય પસાર કર્યો હતો. સતીની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા હતા તેમણે સતીને વરદાન આપ્યું હતું કે તેઓ તેમની સાથે લગ્ન કરશે ,સતીનો ત્યાગ એ હિન્દુ ધર્મની એક મહત્વપૂર્ણ ઘટના છે. સતીની કથા સ્ત્રીઓના સન્માન અને અધિકારો માટે એક પ્રેરણા સ્ત્રોત છે.સતીની કથા ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિ અને પતિ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતિક છે, શિવ શક્તિ વિવાહ પ્રેમ, સમર્પણ અને શક્તિનું પ્રતીક છે. આ વિવાહ એ પણ દર્શાવે છે કે પ્રેમ અને વિશ્વાસ કોઈપણ અવરોધને પાર કરી શકે છે.
ભગવાન શિવનું વર્ણન વિવિધ પુરાણોમાં જોવા મળે છે.ભગવાન શિવ લાંબી, ગૂંચવાયેલી જટાઓ ધરાવે છે, જે તેમના તપસ્વી સ્વરૂપનું પ્રતીક છે.તેમની પાસે ત્રણ આંખો જે તેમના જ્ઞાન અને દ્રષ્ટિનું પ્રતીક છે. તેઓ તેમના શરીર પર ભસ્મ જે વૈરાગ્ય અને વિનાશનું પ્રતીક છે. તેઓ વાઘનું ચામડું જે શક્તિ અને નિયંત્રણનું પ્રતીક છે. તેઓ તેમના ગળામાં સર્પ ધારણ કરે છે, જે અનંતકાળ અને પુનર્જન્મનું પ્રતીક છે. તેઓ ત્રિશૂળ ધારણ કરે છે, જે તેમના શક્તિશાળી શસ્ત્રનું પ્રતીક છે. તેઓ ડમરુ વગાડે છે, જે સૃષ્ટિ અને વિનાશના ધ્વનિનું પ્રતીક છે. તેઓ તેમના માથા પર ચંદ્ર ધારણ કરે છે, જે સમય અને ચક્રનું પ્રતીક છે,જેમાં તેમનું તપસ્વી સ્વરૂપ, તેમની શક્તિ, તેમનું જ્ઞાન અને તેમનો વિનાશક અને સર્જનાત્મક સ્વભાવ શામેલ છે,કોઈપણ એવા દેવી-દેવતા નથી જો શિવની આરાધના કરતા ન હોય. દેવી સરસ્વતીને પણ કંઠ ની કલા મહાદેવ પાસેથી જ મળેલ છે, તમામ દેવતાઓની એટલી સમૃદ્ધિ મહાદેવ તરફથી જ મળેલી છે” શિવ મહાન છે” શિવનું શૃંગાર કરેલ શિવલિંગ અવશ્ય સુંદર લાગે છે પરંતુ મહાદેવના ભક્તો દિગંબર શિવલિંગના દર્શન વધારે પસંદ કરે છે, તેમજ શિવલિંગ દર્શન નું પ્રતીક છે નિર્ધનતાને દૂર કરનાર તેમજ ધનની પ્રાપ્તિ કરનાર મહાદેવના સ્ત્રોતમ અસંખ્ય છે,નંદી ભગવાન શિવના વાહન અને તેમના મુખ્ય ગણ તરીકે જાણીતા નંદીને ભગવાન શિવના પરમ ભક્ત અને તેમના દ્વારપાળ તરીકે માનવામાં આવે છે. પુરાણો અનુસાર, નંદી કશ્યપ અને સુરભિના પુત્ર છે. નંદીના ચાર પગો ચાર પુરુષાર્થ છે જેમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.શિવ પૂજારોમાં, ભક્તો નંદીની પૂજા કરે છે અને તેમની કાનમાં પોતાની મનોકામનાઓ કહે છે નંદી ભગવાન શિવ સુધી ભક્તોની પ્રાર્થના પહોંચાડે છે. તેમની પૂજા ભક્તો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. આરોગ્ય સુખાકારી માથે ધનવંતરી ને યાદ કરવા જોઈએ તેમજ લેખ લખનાર વિધાતાના લેખ પણ દેવોના દેવ મહાદેવ લખ્યા છે, પ્રહલાદ પ્રજાપતિ, હરીશ પ્રજાપતિ ,નરેશ પંચોલી, સિદ્ધાર્થ શુક્લા ,રૂદ્રેશ ઠાકર ,કીર્તન રાવલ, રશ્મિ પરીખ ,હિતેશ સોની, નાનજીભાઈ ,રમેશ દાન , લક્ષ્મણ મામા, મોહન પટેલ, જામનગર થી ઉમેશ નંદા, નુપુર નંદા, રશ્મી નંદા, ધ્રુવ નંદા, હેતલ નંદા , વડતાલ થી જીતેન્દ્રગીરી માતા પૂજ્ય ભાવેશ બાપુ વૈભવ બાપુ તેમજ ગીરીબાપુ જે ગીરીબાપુ નું સન્માન કરવામાં આવ્યું હતું પીપર પરિવાર દ્વારા રંભાબા અને જ્યોતસના બા નુ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય જગદીશ મકવાણા, નાયબ દંડક ફાગુન ઉપાધ્યાય, દિલીપ પટેલ, દિપક જોશી, રમેશ રાવલ, જીતુ રાવલ, ઉર્મિલાબેન રાવલ, વડગામના જે. કે ચાવડા, ગોપાલ બાપુ, વિજય જાની, કેતન દવે સહિતના રાજકીય સામાજિક મહાનુભાવો એ કથા શ્રવણ નો લાભ લીધો હતો તેમજ નામી અનામી સંતો -મહંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવિકોએ ભોજન પ્રસાદનો અનેરો લ્હાવો લીધો હતો.ુ
દરેક દીકરીએ પોતાના માતા-પિતાને ક્ધયાદાનનો અવસર અવશ્ય આપવો: પૂ.ગિરિબાપુ
“દીકરી તો પારકી થાપણ કહેવાય” જે દીકરીના લગ્ન પછી સાસરે જવાના સંદર્ભમાં વપરાય છે. પરંપરાગત રીતે ભારતીય સમાજમાં દીકરીના સ્થાનને દર્શાવે છે. પરંતુ પૂ.ગીરીબાપુ એ કહ્યું કે દીકરી તો આપણી કહેવાય , તેમાં માતાપિતાની લાગણીઓ અને દીકરી પ્રત્યેનો પ્રેમ પણ છુપાયેલો હોય છે. માતાપિતા દીકરીને પ્રેમથી ઉછેરે છે અને તેની દરેક જરૂરિયાતો પૂરી કરે છે, પરંતુ તેઓ જાણતા હોય છે કે એક દિવસ તે તેમનાથી દૂર જશે.દીકરીને દીકરા જેટલો જ પ્રેમ મળવો જોઈએ અને આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પરંતુ દરેક દીકરીએ પોતાના માતા પિતા અને ક્ધયાદાન નો અવસર અવશ્ય આપવો જોઈએ.
પૂ.ગિરિબાપુ શિવના પ્રતિક સમાન: પૂ.ભાવેશબાપુ
પૂ.ગિરિબાપુ પાટડીધામમાં સુંદર શિવાલય બને તેવી પૂ. જગાબાપાની ઈચ્છા હતી, તેમજ આ પાવન ભૂમિ માં ગીરીબાપુ ની કથા શ્રવણ લાભ મળવોએ જ મોટી વાત છે આ ઉપરાંત મને એ વાતનો આનંદ છે કે પૂ. જગા બાપાની ઈચ્છા આજે પરિપૂર્ણ કરી શક્યો તેમજ રણ વિસ્તારમાં જ્યાં ગરમ હવા તેમજ તાપમાન ઊંચુ હોવા છતાં પણ પૂ. ગીરીબાપુ આવીને ભૂમિને પાવન કરી છે અને સૌને શિવ કથા શ્રવણનો પુણ્ય આપ્યું છે, તેથી પૂ. ગીરી બાપુ ને હું શિવનું પ્રતિક માનીશ ગુરુની કૃપાથી શિષ્યને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એ તો ખરું છે પરંતુ ગુરુ ભક્તિ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે જીવનને વધુ સારું બનાવવાનો એક માર્ગ છે.
શૃંગાર કરેલા શિવલિંગ અવશ્ય સુંદર લાગે, પરંતુ મહાદેવના ભક્તોને દિગમ્બર શિવલિંગના દર્શનથી જ સંતોષ મળે છે
શિવનાઅબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાાએ શિવકથાને સફળ બનાવવા ઉઠાવેલી જ્હેમતને પૂ.ગિરિબાપુએ બિરદાવી પ્રતિક
સમાઅબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા પૂજ્ય જગા બાપા ના અનન્ય અનુયાયી છે,શિવકથાને સફળ બનાવવા તેમજ કોઈ ઉણી આંચ ન આવે તે માટે તે હંમેશા ખડે પગે રહ્યા છે, તેમજ પૂ જગાબાપા શિવ સમાન માની સતત જાગૃત રહીને સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિ સાથે કથા ને સફળ બનાવી છે તેમની અનન્ય ગુરુભક્તિની વાત જ નિરાલી છે.
ન: પૂ.ભાવેશબાપુ આજે પાટડીધામમાં સંતવાણી ડાયરાની થશે “જમાવટ”
પાટડી ઉદાસી આશ્રમના સાનિધ્યમાં શિવકથા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત શિવકથાના આજે અંતિમ દિવસ નિમિતે રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણી- ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકારો દેવરાજભાઈ ગઢવી, બીરજુ બારોટ, હકાભા ગઢવી, હાસ્ય કલાકાર ગોપાલ સાધુ ,સાગરદાન ગઢવી, જયમંત દવે ,રવિન્દ્ર સોલંકી ,બ્રીજરાજદાન ગઢવી , ગમન સાંથલ જીગ્નેશ બારોટ ,વિજય સુવાળા, ઉદય ધાંધલ ,મેરુ રબારી, રમેશ દાન ગઢવી સહિતના નામી -અનામી કલાકારો સંતવાણી – ડાયરામાં કલા પ્રસ્તુતિ કરશે, આ ઉપરાંત શ્રી જગાબાપા પ્રેરિત પાટડી સ્થિત ઉદાસી આશ્રમમાં અન્નક્ષેત્ર સેવા, અભિયાગત ની સેવા, ગૌ સેવા, વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી દર અમાસે કષ્ટ નિવારણ વૈદિક યજ્ઞ, આપાતકાલ અનિવાર્ય સેવાની સરવાણી વહાવવામાં આવે છે. સંતવાણી અને ડાયરા દ્વારા લોકોને આધ્યાત્મિક જ્ઞાન અને મનોરંજન મળે છે, આ કાર્યક્રમો દ્વારા લોક સંસ્કૃતિને જીવંત રાખવામાં મદદ મળે છે. સંતવાણી દ્વારા લોકો ને જીવનના મૂલ્યો અને આધ્યાત્મિકતા નું જ્ઞાન મળે છે.