ગયા વર્ષની સરખામણીએ ધો.૧૨ સાયન્સનું પરીણામ ૨.૮૬ ટકા વધ્યું
શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૧.૮૯ ટકા પરીણામ જાહેર કરાયું છે. ત્યારે ગાંધીનગર ખાતે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવયું હતું કે, શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમ વખત પરીણામ જાહેર કરવાના દિવસે જ વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપી દેવામાં આવશે. અગાઉ પરીણામ જાહેર થયાના ચાર-પાંચ દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ મળતી હતી પરંતુ શિક્ષણ બોર્ડની સફળ કામગીરીથી વિદ્યાર્થીઓને પરીણામ જાહેર થયાના દિવસે જ માર્કશીટ પણ હાથમાં આવી જશે.
ગોંડલ સતત ચોથા વર્ષે સર્વોચ્ચ પરીણામ ધરાવતુ કેન્દ્ર
ધો.૧૨ સાયન્સનું આજે પરીણામ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ પરીણામ ધરાવતા કેન્દ્રમાં ગોંડલને સતત ત્રીજા વર્ષે રાજયભરમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ગોંડલ કેન્દ્રનું વર્ષ ૨૦૧૪માં ૧૦૦ ટકા પરીણામ, ૨૦૧૫માં ૯૯.૭૩ ટકા પરીણામ, ૨૦૧૬માં ૯૭.૧૮ ટકા પરીણામ અને ૨૦૧૭માં ૯૮.૭૭ ટકા સાથે સતત ચોથા વર્ષે રાજયભરના કેન્દ્રોમાં ટોચ ઉપર રહ્યું છે.