ધનિક લોકો તહેવારો પહેલા જ હાઇએન્ડ ટીવી, રેફ્રિજરેટર તથા મોંઘીદાટ ગાડીઓ ખરીદી રહ્યા છે
દિવાળી તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખરીદી કરવા માટે શ્રીમંત લોકો સૌથી વધુ આગળ આવી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે શ્રીમંત લોકો દ્વારા ખરીદી વધતા બજાર ટના ટન રહેશે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. એટલું જ નહીં દિવાળી તહેવાર માં વધુ ખરીદી થતાં દેશના અર્થતંત્રને ખૂબ મોટો ફાયદો પહોંચશે સાથોસાથ રૂપિયો પણ બજારમાં ફરતો થશે.
ચીજ વસ્તુઓ અંગે જો વાત કરવામાં આવે તો શ્રીમંત લોકો દ્વારા હાલના તબક્કે હાઇએન્ડ ટીવી, રેફ્રિજરેટર તથા મોંઘીદાટ ગાડીઓ ખરીદી રહ્યા છે. એટલું જ નહીં દ્વિચક્રી વાહનો ખરીદના લોકો પણ હવે ઈલેક્ટ્રીક ગાડી ની ખરીદી કરવા માટે રસ દાખવી રહ્યા છે. બીજી તરફ કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇને બજારમાં નિરસતા સતત બે વર્ષ જોવા મળી હતી ત્યારે સ્થિતિ સુધરતાં દેશનું અર્થતંત્ર વેગવંતુ બની રહ્યું છે જેમાં લોકોની ખરીદ શક્તિ સૌથી મોટું કારણ હોવાનું પણ સામે આવ્યું છે.
દેશના જીડીપીમાં વધારો થાય તે માટે લોકોને ખરીદ શક્તિ વધવી જોઇએ બીજી તરફ આંતરરાષ્ટ્રીય પરિવહન સાથે ટુરીઝમ પણ હજુ જે રીતે ચાલુ થવું જોઈએ તે થઇ શક્યું નથી પરંતુ દિવાળી તહેવાર માં જે રીતે ખરીદી લોકો દ્વારા કરવામાં આવી રહી છે તેનાથી જીડીપી ને ઘણો ખરો ફાયદો પહોંચશે અને આગામી નાણાકીય વર્ષ 2022-23મા પણ જીડીપીનો દર 8% થી વધે તો નવાઈ નહીં.
વાસ્તવિકતા તો એ છે કે દેશના મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ષથી નીચેના લોકો દ્વારા આજે ફરીથી કરવામાં આવતી હોય છે તેનો ફાયદો જીડીપી ને ખુબ ઓછી માત્રામાં પહોંચતો હોય છે પરંતુ શ્રીમંતો દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તેનો સીધો જ ફાયદો દેશના અર્થતંત્રમાં થાય છે ત્યારે વધુને વધુ આ સ્થિતિનું નિર્માણ થતું રહીએ તો ફરી દેશની આર્થિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે અને અર્થતંત્ર પણ ઝડપભેર આગળ વધશે.
તહેવારોની સિઝન બાદ પણ જે ખરીદી કરવામાં આવી છે તેમાં સતત વધારો જોવા મળશે હાલની સ્થિતિએ શ્રીમંત પરિવારો દ્વારા મોંઘીદાટ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે જેનો સીધો ફાયદો દેશના અર્થતંત્રને મળી રહ્યો છે આંકડાકીય માહિતી મુજબ ભારતના ૧૦ ટકા અમીર વર્ગના લોકો હાલ ખરીદી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
કોરોના ની વિકટ પરિસ્થિતિ માં લોકોની ખરીદશક્તિ ને ઘણી માંથી અસરનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેનાથી દરેક વર્ગના લોકોને સારી એવી રાહત મળી રહેશે અને તેઓ ખરીદી કરતા રૂપિયો બજારમાં ફરતો પણ થશે.