લોકોના ટોળે ટોળા ખરીદી કરવા ઉમટી પડતા ભારે ભીડ જામી: તંત્રના આંખ આડા કાન
પડધરી તાલુકા માં દિવસેને દિવસે કોરોના નો કહેર વધી રહ્યો છે છતાં પણ આજે પડધરી શહેરમાં સોમવાર ની ગુજરી બજાર ધમધમતી થઈ. વારંવાર આ ગુર્જરી બજાર બંધ કરી હોવા છતાં પણ આજે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. આ બજાર બંધ કરાવવા હવે કોણ મેદાને આવશે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. જો આ ગુર્જરી બજાર તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો કોરોના નું એપી સેન્ટર પડધરી બને તો એમાં કોઈ નવાઈ નહીં. પડધરી ની જનતા કોરોનાને આમંત્રણ આપતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પડધરીમાં દિવસેને દિવસે કોરોના એ ગતિ પકડી છે ત્યારે ખુદ દુકાનદારો જ પોતાની સાવચેતીના રાખતા હોય તેમજ માસ્ક ના પહેર્યું હોય અને ગ્રાહકો સોશિયલ ડીસ્ટન પણ જાળવતા ન તો આવા દુકાનદારોની સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવી ગુજરી બજારો બંધ કરવામાં આવી છે ત્યારે પડધરી ની અંદર કેમ આ ગુજરી બજાર ભરાઈ છે. તો તંત્ર દ્વારા ક્યારે આની સામે પગલા લેશે ? અને તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે એક ચર્ચાનો વિષય છે.પડધરી જનતા દ્વારા અનેક સવાલો ઉઠી રહ્યો છે. આ ગુર્જરી બજાર ના વેપારીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી ? કે પછી તંત્ર પણ ક્યાંકને ક્યાંક આમાં સામેલ છે? તેવા સવાલો આમ જનતા માં ચર્ચાઈ રહ્યા છે.