- રૂ.300થી લઈને 1300 સુધીની કિલો ચીકીનું બજારમાં વેચાણ
- કાજુ ક્રન્ચ, વ્હાઈટ પીનટ બાર, સુગર લેસ અંજીર ચીક્કી, ચોકલેટની અવનવી ચીકી જેવી નવી વેરાયટી
શિયાળાની ઋતુ શરૂ થઈ છે, એટલે સ્વાભાવિક છે કે, ચીકી આરોગવાનું શરૂ કરી જ દીધું હશે. કારણ કે, શિયાળો આવતા જ રાજકોટીયન્સ ચિકી ખાવાનું શરૂ કરી દે છે. એમાં પણ રાજકોટની ચીકી એટલે આખા જગમાં પ્રખ્યાત. રાજકોટની ચીકી માત્રા સૌરાષ્ટ્રમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ વેચાય છે. શિયાળાની ઋતુમાં રાજકોટથી વિદેશમાં ચીકીનું પાર્સલ મોકલવામાં આવે છે, ત્યારે શિયાળો આવતા જ ચીકીની સોડમ બજારમાં ખીલી ઉઠી છે.
શિયાળાની જમાવટ થાય એટલે ચીકી બજાર ધમધમતું થઈ જાય છે.
હંમેશાની જેમ આ વખતે પણ રાજકોટના બજારમાં અવનવી ચીકી આવી ગઈ છે. રાજકોટમાં તમને કોઈ એક, બે પ્રકારની નહીં પણ જાતજાતની અને ભાતભાતની ચીકીની વેરાયટીઓ જોવા મળે.
રાજકોટમાં તમને 300થી લઇને 1,300 રૂપિયા સુધીની ચીકી મળી જાય છે. એકથી એક ચડિયાતી ચીકીનો સ્વાદ લેવા હવે રાજકોટવાસીઓ પણ તૈયાર થઈ ગયા છે અને ચીકીની ખરીદી કરવા બજારમાં નીકળી રહ્યા છે. કારણ કે, રાજકોટીયન્સને ચીકી પ્રિય છે. ચીકીના વેપારીઓએ જણાવ્યું હતું કે, કારણ કે, કાચો માલ અમને મોંઘો પડી રહ્યો છે, જેથી ભાવમાં વધારો થયો છે.
બજારમાં કાજુ ક્રન્ચ, વ્હાઈટ પીનટ બાર, સુગર લેસ અંજીર ચીક્કી, ચોકલેટની અવનવી ચીકી જેવી નવી વેરાયટી આવી છે. આ સિવાય તમને ડ્રાયફ્રૂટ ચીકી, ચોકલેટ ચીકી, દાળિયાની ચીકી, સિંગ અને દાળિયાની ચીકી સહિતાના અલગ અલગ વેરાયટી મળી જશે. ચીકીના વેપારીએ જણાવ્યું હતું કે, આ વખતે સુગર લેસ ચીકીની માંગ સૌથી વધારે જોવા મળી રહી છે.
છેલ્લા 60 વર્ષથી હજુ એક જ ટેસ્ટ આપતી જલારામ ચીકી: મનોજભાઈ
અબતક સાથે ની વાતચીત દરમિયાન મનોજભાઈ એ જણાવ્યું હતું કે,જલારામ ચીકી સાથે વર્ષો થી ગ્રાહકોનો વિશ્વાસ જોડાયેલો છે. સારો માલ વાપરવો અને સારી વસ્તુઓ આપવી એ જ અમારી જવાબદારી છે.
તલની ચીકી, શીંગ દાણા ની ચીકી, દાળિયાની ચીકી, ટોપરાની ચીકી વાગવારે જેવી અનેક આઈટમ અમે બનાવીએ છીએ. 1962 થી જલારામબાપા ચીકી એ રાજકોટ વાસીઓને ચીકી ખવડાવે છે ,છેલ્લા 60 વર્ષ થી હજી એક જ ટેસ્ટ જલારામ ચીકી આપે છે. સમગ્ર ગુજરાત માં જલારામ ચીકીનું વહેંચાણ થઇ છે તેમી સાથે સાથે વિદેશમાં પણ ચીકી મોકલવામાં આવે છે.
વિવિધ વેરાયટી સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરલેશ ચીકીની વિશાળ રેન્જ : રામભાઈ
અબતક સાથે ની વાતચિતમાં રામભાઇ એ જણાવ્યું હતું કે,રાજેશ ચીકી 50 વર્ષથી રાજકોટ વાસીઓને ચીકીનો સ્વાદ ચખાવી રહી છે, ત્યાં સાથે સાથે સુગર લેસ ચીકીમાં પણ અલગ અલગ વેરાઈટીઓ ઉપલબ્ધ છે. ખજૂર, દાળિયાની ચીકી સીંગદાણા ની ચીકી વગેરે જેવી અનેક વેરાઈટીઓ આપવામાં આવી રહી છે તેમજ શિયાળાની ઋતુમાં માર્કેટમાં ધુમ ચાલી રહ્યું છે . ગુણવત્તાયુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તેથી જ ગ્રાહકોનો વિશ્વાસ અમારી સાથે અકબંધ છે. રાજેશ ચીકીની રાજકોટ માં અત્યરે બે બ્રાન્ચ ઉપલબ્ધ છે.
શિયાળામાં ચીકી ખાવાથી થાય છે અનેક ફાયદા: સલીમ મુસાણી’
અબતક સાથેની વાતચીત દરમિયાન સલીમ મુસાણી એ જમાવ્યું હતું કે,1970 થી સંગમ શોપ ચીકીનું વહેંચાણ કરી રહ્યા છીએ. ચોકલેટ ની ચીકી, ડ્રાયફુટ ની ચીકી, શીંગદાણા ની ચીકી, વગેરે જેવી વિશાળ રેન્જ માં અમે ચીકી નું વહેંચાણ કરીએ છીએ. શિયાળાની ઋતુમાં લોકો ખુબ જ બધું પ્રમાણ માં ચીકી ખરીદતા જોવા મળે છે તેમજ ચીકી ખાવાનો આનંદ માણી રહ્યા છે. 280 રૂપિયા થી લઈને 1400 રૂપિયા કિલો સુધી ની વિશાળ રેન્જ માં અમે ચીકી નું વહેંચાણ કરીએ છી. ડાયાબિટીસ વાળા લોકો માટે અમે ઓછા ગોળ ની ચીકી પણ બનાવીએ છીએ.