કચ્છનું નાનું રણ 4953.71 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલુ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ દુર્લભ ઘુડખર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે, અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકો આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે, કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્ય તરીકે વધુ જાણીતું છે પરંતુ આ અભયારણ્યમાં ઘુડખરની સાથે સાથે બીજા પણ કેટલાક લુપ્ત થતી પ્રજાતિઓ માં ના વન્યજીવો કાયમી વસવાટ કરે છે.જેમાં દેશી વિદેશી પક્ષી ઓ સાથે રણ ના પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ ચિંકારા,કાળીયાર,હરણ રણ લોકડી, હેણોતરો,નાર, ઝરખ,સાંઢા છે જેમનુ આ સેન્ચુરી નું રણ પ્રદેશ મુખ્ય રહેઠાણ છે.

આવી લુપ્ત થતી પ્રજાતિઓ ને બચાવવા સરકાર દ્વારા આ અભ્યારણનો શિડ્યુલ્ડ-1 (પાર્ટ 1) માં સમાવેશ કરીને 4953.71 હેક્ટર રણ ની જમીન અને તેની કાંધીમાં આવતા કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા જિલ્લાના રણ ની કાધી ના વિસ્તાર ને યુનેસ્કો દ્વારા બાયોસફેયર રિઝર્વ તરીકે પણ માનયતા આપવામાં આવી છે. જે ઘુડખર અભ્યારણ માં હવે બ્રિડિંગ પિરિયડ ચાલુ હોય તેમને ખલેલ ન પહોંચે તેથી આજે 16 જૂન 2022 15 ઓક્ટોબર 2022 સુધી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે પ્રવેશ સદંતર બંધ રહેશે જેની સર્વે મુલાકાતીઓ એ નોંધ લેવા પ્રકૃતિ પ્રેમી જિતેન્દ્રકુમાર પી. રાઠોડની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.