અનામતની અમાનત હવે પડકારરૂપ પરિસ્થિતિનું સર્જન કરી રહી છે. આઝાદી સમયે સામાજીક સમરસ્તા અને ઉંચા-નીચા વર્ગ વચ્ચે આર્થિક અસમાનતાની ખાય પુરવા માટે શરૂ કરવામાં આવેલી અનામતની જોગવાઈ 10 વર્ષ પછી સમીક્ષા અને ત્યારબાદ ચાલુ રાખવી કે નહીં તેનો નિર્ણય કરવાની જોગવાઈને કોઈએ ધ્યાન જ આપ્યું અને અનામત રાષ્ટ્રના વિકાસ અને સામાજીક ઉત્તરદાયિત્વના વિષયના બદલે રાજકારણનું નિમીત બની ગયું. અત્યારે બંધારણની જોગવાઈ મુજબ અનામત અને બિનઅનામત વર્ગની તફાવતની ત્રિરાશીમાં અનામત ક્વોટા વધી જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.
સુપ્રીમ કોર્ટમાં મરાઠા અનામત મુદ્દે ન્યાય તંત્રને કડક વલણ બાદ મહાવિકાસ અઘાડી સરકારે સોમવારે મરાઠા સમુદાયને આર્થિક પછાત સમુદાયના 10 ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. મરાઠાને અનામત નહીં પરંતુ આર્થિક પછાત વર્ગ તરીકે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતનો લાભ આપવાનું નક્કી કર્યું હતું. જો કે, મરાઠાઓ માટે અન્ય ઓપન કેટેગરી માટેના 10 ટકામાં સામેલ થવું પડશે. અત્યારે મહારાષ્ટ્રમાં મરાઠાઓ માટે નોકરીઓમાં 12 ટકા અને શિક્ષણમાં 13 ટકા અનામતની જોગવાઈ રહેલી છે. સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર મહિનામાં મરાઠા ક્વોટામાં રૂકજાવનો આદેશ કર્યો હતો. તેની સામે રાજ્ય સરકારે મરાઠાઓને આર્થિક પછાત સમુદાયના ક્વોટામાં અરજી કરવાનું જણાવ્યું હતું. મરાઠાઓને આર્થિક પછાત વર્ગના અનામત ક્વોટાનો લાભ આપવામાં આવશે.