ઓખા લહેરી માતા મંદિરની સામે રહેતા રાધેલાલ દેમુરારીના ઘરમાં તા.૧ સપ્ટેમ્બરના સાતમના દિવસે સાંજે સાત વાગ્યે અચાનક આગ લાગતા ઘરમાં રહેલ ટીવી, પંખા, લોખંડના કબાટ તથા લાઈટ મીટર બળીને ખાખ થયા હતા.
ઘર માલિક સહ પરીવાર મીઠાપુર તેમના સંબંધીને ઘરે ગયા હોય ઘરમાં કોઈ વ્યકિત ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. રાધેલાલ પોર્ટના નિવૃત કર્મચારી હોય કબાટમાં રહેલા તેમના પેન્શન તથા બેંકના તમામ બુકો સાથે રૂ.૨૦ હજાર બળીને ખાખ થયા હતા. આગ લાગવાની ખબર પાડોશીને પડતા તેઓએ ઓખા નગરપાલિકા ફાયરને જાણ કરતા તેઓ તુરંત આવી આગને કાબુમાં લીધી હતી
અને ઘરમાં રહેલ ફર્નિચર અને ગાદલાને બચાવ્યા હતા. આ આગ શોટસર્કિટ થવાથી લાઈટ, ઈલેકટ્રીકલાઈન, કલર ટીવી બળીને ભષ્મ થયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ કરી પીજીવીસીએલને જાણ કરી હતી. આગળની તપાસ મરીન પોલીસ ચલાવી રહી છે.