દેશની હવાઇ સફરને વધુ સુદ્રઢ બનાવવા ગૌતમ અદાણી એક પછી એક વિમાન મથકોનું સંચાલન હસ્તગથ કરી રહ્યાં છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ પાસે હવે દેશના કુલ એરપોર્ટ સંચાલનમાં 74%થી વધુ જવાબદારી સ્વિકારી લીધી છે. મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું સંચાલનનો 16 હજાર કરોડનો પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે ત્યારે અદાણી હવે સૌથી વધુ 74% એરપોર્ટ ઓપરેટર બની ગયાં છે.

હવાઇ સફર સુદ્રઢ બનાવવા ગૌતમે મુંબઇ વિમાન મથકનું સંચાલન સંભાળ્યું !

અદાણી બન્યાં ભારતના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ કંપની હજારો નોકરીઓ ઉભી કરવા બનશે નિમિત

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડની હવાઇ સફરને સુદ્રઢ બનાવવા મુંબઇ વિમાન મથકનું સંચાલન સંભાળી લેશે.ગૌતમ અદાણીએ પોતે ટ્વીટ કરી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી તેમની કંપનીએ સંભાળી હોવાની જાણકારી આપી.અદાણી ગ્રુપની સબસિડિયરી કંપની અદાણી હવે દેશની સૌથી મોટી એરપોર્ટ કંપની બની ગઈ છે. મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી કંપની પાસે આવતાંની સાથે જ કુલ 7 એરપોર્ટનું મેનેજમેન્ટ સંભાળશે.

અદાણી ગ્રુપે મંગળવારે મુંબઈ એરપોર્ટનું ટેકઓવર કરી લીધું છે. મુંબઈ એરપોર્ટ ચલાવનારી કંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં અદાણી ગ્રુપની કંપનીનો 74% હિસ્સો હશે.

મુંબઈ એરપોર્ટને તૈયાર કરનારી GVK ગ્રુપ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાંથી એક્ઝિટ થઈ ગઈ છે. GVK ગ્રુપની સંપૂર્ણ 50.5% ભાગીદારી અને બીજી બે વિદેશ કંપનીના 23.5% સ્ટેક અદાણી એન્ટરપ્રાઈઝની સબસિડિયરી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પોતાના નામે કરી લીધી છે. બચી ગયેલા 26% એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે રહેશે.

મુંબઈ એરપોર્ટ દેશનું સૌથી બિઝી એરપોર્ટ છે. અહીં ભારતનો લગભગ એક તૃતીયાંશ એર ટ્રાફિક જોવા મળે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે હવે આ એરપોર્ટ દેશના 33% એર કાર્ગો ટ્રાફિકને પણ કંટ્રોલ કરશે. આ ડેવલપમેન્ટ પર ગૌતમ અદાણી ટ્વીટ કરીને કહ્યું હતું કે વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરીને ઘણી જ ખુશી અનુભવી રહ્યા છે. અમે વાયદો કરીએ છે કે મુંબઈને નવા મેનેજમેન્ટ પર ગર્વ હશે. અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટને વધુ આરામદાયક બનાવશે. અમે એન્ટરટેઈનમેન્ટ અને લક્ઝરીના મોરચે પણ નવું ભવિષ્યનું એરપોર્ટ ઊભું કરીશું. અમે હજારો સ્થાનિકોને નવી રોજગારી આપીશું.

GVK ગ્રુપ પાસેથી લીધી મેનેજમેન્ટની ચાવી

AAHL ગત વર્ષે જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) માં વધુ બે સ્ટેક હોલ્ડર પાસેથી 23.5%ની ભાગીદારી ખરીદી હતી. આ બંને કંપની દક્ષિણ આફ્રિકાની Bidvest (13.5%) અને એરપોર્ટ કંપની ઓફ સાઉથ આફ્રિકા (10%) હતી. આ ડીલ 1,685 કરોડ રૂપિયાની હતી. આ ઉપરાંત MIALમાં 50.5% ભાગીદારીવાળા GVK ગ્રુપ સાથે અદાણી ગ્રુપે ગત વર્ષે ઓગસ્ટમાં જ ડીલ કરી હતી.

આ ડીલ અંતર્ગત અદાણી ગ્રુપે GVKને લગભગ 2,500 કરોડ રૂપિયાનાં દેવાંને પણ પોતાના હાથમાં લેવાની સહમતી આપી હતી. હવે GVKનો સ્ટેક લીધા બાદ મુંબઈ એરપોર્ટનું સમગ્ર મેનેજમેન્ટ અદાણી ગ્રુપની પાસે આવી ગયું છે. કેન્દ્ર સરકાર અને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) ઓફ મહારાષ્ટ્રથી જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ મંગળવારે MIALને બોર્ડની બેઠકમાં આ નિર્ણય કરાયો છે.

AAHL દેશની સૌથી મોટી કંપની અદાણી ગ્રુપની સબસિડિયરી કંપની AAHL હવે દેશની સૌથી મોટી એરપોર્ટ કંપની

બની ગઈ છે. મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી કંપની પાસે આવતાંની સાથે જ કુલ 7 એરપોર્ટનું મેનેજમેન્ટ સંભાળશે, સાથે જ આગામી મહિને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ પણ શરૂ કરશે, જે એરપોર્ટ 2024 સુધીમાં શરૂ થઈ જશે.

દેશના સૌથી મોટા ઓપરેટર બન્યા અદાણી ગ્રુપ

અદાણી ગ્રુપ દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બની ગયા છે. હવે તેમની પાસે દેશનાં 7 એરપોર્ટની કમાન છે. અદાણીની પાસે મુંબઈ એરપોર્ટ ઉપરાંત 6 અન્ય મુખ્ય એરપોર્ટ પણ છે, જેમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, ગૌહાટી અને તિરુવનંતપુરમનાં એરપોર્ટ સામેલ છે. આ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણી ગ્રુપની પાસે જ છે. 2019માં બીડિંગમાં મળેલી જીત પછી ગ્રુપની પાસે આ એરપોર્ટને ઓપરેટ કરવાની જવાબદારી આગામી 50 વર્ષ સુધીની છે.

મુંબઈ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ

મુંબઈ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 6 એરપોર્ટની સાથે AAHLની પાસે દેશના કુલ એરપોર્ટ ફૂટફોલ 25% છે. MIAL મળ્યા બાદ હવે તેમની પાસે દેશનો એર કાર્ગો ટ્રાફિકનો 33% હિસ્સો પણ આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.