ઉચાપતની રકમ કઢાવવા આપેલી ધમકીથી યુવકે આપધાત કર્યો’તો: ચાર- સામે ગુનો નોંધાયો’ તો

જસદણ ખાતે પેટ્રોલ પંપના મહેતાજીને આપઘાતની ફરજ પાડવાના ગુના પોલીસ દહેરતથી કરેલી આગોતરા જામીન અરજી અદાલતે મંજુર કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ જસદણ તાલુકાના કાળાસર ગામે રહેતા અને જસદણ ખાતે પેટ્રોલ પંપમાં મહેતાજી તરીકે નોકરી કરતો પ્રવિણ વાલજી ચૌહાણ નામના યુવાને ૧૦ દિવસ પૂર્વ જસદણ રેલ્વે સ્ટેશન ખાતે લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધા હતો.

આ બનાવમાં મૃતક પ્રવિણે પંપના હિસાબની રકમ રૂ.૧.૫૦ લાખ ઉચાપત કરી હોય તે રકમ કઠાવવા પેટ્રોલ પંપના સંચાલ સમીર વાણીયા અને નિતેશ વાણીયાએ જસદણના કૃખ્યાત શખ્સની મદદથી ધમકી આપતા આ પગલું ભરી લીધાનું ફરિયાદમાં મૃતકના પિતા બાબુભાઇએ જણાવ્યું હતું.

પોલીસ ધરપકડની દહેશતથી ભાવિન હતિલાલ શેઠ નામના શખ્સે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં બંન્ને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષની લૈખિત-મૌખિક દલીલ ધ્યાને લઇ અદાલતે ભાવિન શેઠને જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો છે.

બચાવપક્ષે એડવોકેટ તરિકે સાહિસ્તાબેન રણજીત પટગીર, બલરામ પંડિત અને ડી.એન. અપારનાથી રોકાયા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.