પ્રેમિકાના બનેવીએ કાતરના ચાર ઘા ઝીંકી હત્યાની કોશિશ કર્યાનો ગુનો નોંધાયો તો
યુનિર્વસિટી રોડ પર આવેલા નકલંક હોટલ પાસે વાળંદ યુવાનને પ્રેમ પ્રકરણના કારણે રબારી શખ્સે કાતરના ચાર ઘા ઝીંક હત્યાની કોશિષ કરી ફરાર થયેલા રબારી શખ્સની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી તેની પાસેથી કાતર કબ્જે કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા રજત ઉર્ફે મુંગો ઘનશ્યામ ગોંડલીયા નામના ૩૦ વર્ષના વાળંદ યુવાનને રવી રબારી નામના શખ્સે કાતરથી ખૂની હુમલો કર્યાની મહાવીરસિંહ ભાવેશભાઇ ચૌહાણે યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રજત ગોંડલીયા વાયરીંગ કામ કરતો હોવાથી તેના પાડોશમાં રહેતી સ્નેહા નામની રબારી યુવતી સાથે સાતેક વર્ષ પહેલા આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પાંચેક દિવસ પહેલાં રજત ગોંડલીયા અને સ્નેહા ભાગી ગયા હતા અને સ્નેહાના પરિવારજનોએ લગ્ન કરાવી દેશે તેમ કહી બંનેને પરત ઘરે લાવ્યા હતા.
સ્નેહાના લગ્ન ન કરાવતા રજત ગોંડલીયા ગઇકાલે પોતાની પ્રેમીકા સ્નેહાના ઘરે ગયો હતો ત્યારે ઝઘડો થતા ત્યાંથી તે જતો રહ્યો હતો પરંતુ સ્નેહાનો બનેવી રવી રબારી તેની પાછળ કાતર લઇને આવ્યો હતો અને નકલંગ હોટલ પાસે હુમલો કર્યાનું રજત ગોંડલીયાએ જણાવ્યું છે.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. આર.એસ.ઠાકર અને રાઇટર ગીરીરાજસિંહ સહિતના સ્ટાફે રવી રબારી સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી આકાશવાણી ચોક પાસે પેરેમાઉન્ટ પાર્કમાં રહેતા અને કેબલનો વ્યવસાય કરતા રવિ ઉર્ફે રવિન્દ્ર મેરામણ મોરી નામના શખ્સની યૂનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે.