દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પાર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે….
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. ડી.જે.વાઘેલાને બાતમી મળેલ કે, પાણશીણા તાલુકાના જાંબુ ગામ થી રામરાજપર ગામ તરફ જાંબુ ગામનો વિક્રમભાઈ સીતાપરા પોતાના મીટર સાયકલ ઉપર દેશી દારૂ સાથે પસાર થનાર છે……
પાણશીણા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલિસ સબ. ઈન્સ. ડી.જે.વાઘેલા તથા સ્ટાફના એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ, પો.કો. પૃથ્વીરાજસિંહ, નવઘણભાઈ, મહવુંરસિંહ, ડ્રાઇવર સૂર્યકાન્ત સહિતની ટીમ દ્વારા ઉપરોકત બાતમી આધારે લીંબડી તાલુકાના જાંબુ રામરાજપર રોડ ઉપર કેનાલ પાસે વોચ દરમિયાન કોર્ડન કરી, આરોપી વિક્રમભાઈ પ્રભુભાઈ સીતાપરા જાતે ત.કોળી ઉવ. રહે. જાંબુ તા. લીંબડી જી. સુરેન્દ્રનાગરને દેશી દારુ લીટર ૧૫૦ કિંમત રૂ. ૩,૦૦૦/- તથા મોટર સાયકલ નંબર ૠઉં-૦૧-ઋગ-૬૫૨૬ કિંમત રૂ. ૧૫,૦૦૦/- મળી, કુલ કિંમત રૂ. ૧૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે….
પકડાયેલ મુદ્દામાલ બાબતે પકડાયેલ આરોપી વિક્રમભાઈ પ્રભુભાઈ સીતાપરા જાતે ત.કોળી વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.જે.વાઘેલા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…