મલ્ટીસ્ટાર ફિલ્મ 2.0નો મેકિંગ વિડિયો રીલીઝ કરવામાં આવ્યો છે. રીલીઝ થયેલા આ વિડિયોમાં અક્ષય અને રાજનીકાંતનો લૂક સામે આવ્યો. આ વિડિયો સાથે અક્ષય કુમારનો લૂક પહેલી વાર બધાની સામે આવ્યો. આ પેહલા અક્ષયના લુકના ફોટો જ બહાર પડ્યા હતા. મેકિંગ વિડિયોમાં અક્ષય અને રાજનીકાંત પોતાનો લૂક મેળવવા કલાકો સુધી મેકઅપ કરે છે તે બહાર પડ્યું. મેકઅપ સાથે ફિલ્મ માટે ફિલ્મના મેકર્સે ભવ્ય સેટ પણ લગાવ્યો છે.
મેકિંગ વિડિયોમાં એ નજર આવે છે કે એક એક્શન સીન શુટ કરવા માટે આધુનિક તકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોને લયકા પ્રોડકશનની યુ ટ્યૂબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો. અક્ષય કુમાર અને રાજનીકાંતની આ ફિલ્મ દિવાળી પર રીલીઝ થવાની હતી પરંતુ કામ હજી પૂરું ન થવાથી ફિલ્મની રીલીઝ ડેટને આગળ કરવામાં આવી. હવે આ ફિલ્મ નેસ્ટ યર જાન્યુઆરીમાં રીલીઝ થશે.
Not just a film but an experience of a lifetime! Here is the making of #2Point0 https://t.co/DqRAefskLL
— Akshay Kumar (@akshaykumar) August 25, 2017