૨૦૦થી વધુ સ્ટોલમાં લગ્નને લગતી અનેક વેરાયટીઓ
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૩ દિવસ અર્બન વિવાહ એક્ઝિબીશનનો આજથી પ્રારંભ થયો છે. જેમાં રાજકોટ રૂરલ પોલીસ અંતરીપ સુદના હસ્તે એક્ઝિબીશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ એક્ઝિબીશનના ઓર્ગેનાઈઝર સંદીપ વારદોડીયાએ જણાવ્યું હતું કે, અમે સતત બીજા વર્ષે આ એક્ઝિબીશન કરી રહ્યાં છીએ. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૩૦% વધારે સ્ટોલો લગાવામાં આવ્યા છે, કુલ ૨૦૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. લગ્નને લઈને હાલ ટ્રેન્ડમાં ચાલતી બધી જ વેરાયટીઓ સાથે અહીંયા સ્ટોલ રાખવામાં આવ્યા છે. ૫૦૦થી લઈને ૫૦૦૦૦ સુધીની વેરાયટીઓ અહીંયા ઉપલબ્ધ છે. સાથે-સાથે રીયલ સિલ્વર જવેલરીના સ્ટોલ પણ ઉપલબ્ધ છે.
દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, જયપુર, જોધપુર સહિત સમગ્ર ભારતમાંથી લોકો અહીંયા ભાગ લીધેલ છે. આ સાથે ૩ દિવસ સાંજે અલગ-અલગ કાર્યક્રમ રાખેલ છે જે આજે “લાઈવ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે તથા આવતીકાલે “મિસીસ રાજકોટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તથા રવિવારની સાંજે લાઈવ બેન્ડ પરર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે-સાથે આ એક્ઝિબીશનમાં ભાગ લેનાર બધા જ લોકોનો ખુબ સારો પ્રતિસાદ છે. ગયા વર્ષના ૮૦% સ્ટોલ આ વખતે પણ રીપીટ થયા છે.
અર્બન વિવાહ એક્ઝિબીશન કરવા પાછળનું મુખ્ય હેતુ એ હતો કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે હિન્દુ રીવાજ પ્રમાણે ખરીદીની શરૂઆત આ સમયે જ થતી હોય છે. રાજકોટના લોકો આ એક્ઝિબીશનમાં જરૂર જોવા માટે આવે તેવી અપીલ કરી હતી.
વધુમાં ઓર્ગેનાઈઝર બીના રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વિવાહ એક્ઝિબીશન અમા‚ એવુ વેન્ચર છે જેને અમે દર વર્ષે એક જ વખત કરીએ છીએ, રાજકોટવાસીઓને હંમેશા કંઈકને કંઈક નવું આપવું અમારો મુખ્ય હેતુ છે અને આ પ્લેટફોર્મ પર અલગ-અલગ સ્ટોલ રાખીયે છીએ અને બધા જ સ્ટોલ આની ખાસીયતો છે અને યુનિક કલેકશન સાથે બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે. લગ્નને લગતી તમામ વસ્તુઓ લોકોને એક જ સ્થળેથી મળી રહે છે અને આ એક્ઝિબીશનમાં ૧,૦૦,૦૦૦થી વધુ વેરાવટીઓ ઉપલબ્ધ છે. સાડીની પીનથી લઈને બ્રાઈડલ મેકઅપ સુધીના સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે. આ વર્ષે “ફર્સ્ટકાઈસ એક નવો ક્ધસેપ્ટ છે. ફર્સ્ટકાઈસ અને બોડી થીમ લોંચ કરી છે. નાના બાળકોને લઈને વેડીંગ કલેકશન આ સ્ટોલમાં ઉપલબ્ધ છે અને આ પ્રકારનું કલેકશન બીજે કયાંય જોવા નહીં મળી.
દિપા મેકઓવરના ઓનર દિપા બુટાનીના જણાવ્યા અનુસાર છેલ્લા ૮ વર્ષથી તેઓ પાર્લર શો કોર્સ પણ કરાવે છે અને પાર્લર પણ ચલાવે છે. જનરલી તેઓનો ફોકસ મેકઅપ ઉપર જ હોય છે. તેઓ જણાવે છે કે આજકાલની છોકરીઓ માનતી હોય છે કે મેકઅપ જોઇએ છે પણ તે નેચરલ દેખાવો જોય બસ એજ વાત પર ઘ્યાન રાખીની અમે આગળ વધીએ છીએ તથા સ્કીન પ્રોબલ્મસમાં પીમ્પલ્સ, લ્યુકોડર, બ્લેક પીગ્મેટેશન પડયા હોય તથા સ્કાર હોય તે બધાને પુરે પુરી કરવ કરવાની અમે કોશીષ કરીએ છીએ. આગળ તેમણે જણાવ્યું કે મોટાભાગે તેઓ પ્રોડકસમાં સારી બ્રાન્ડનો જ ઉપયોગ કરે છે. જેમ કે લેમકે, મેઇક, બોબીબ્રાઉન મેકઅપ ફોરએવર નો જ વધુ ઉપયોગ કરું છું.
વિવાહ એજય. માં ભાગ લેનાર નિમીશાબેનની અબતક સાથેની વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું કે તેઓ ચોકો જેલ માંથી ૩ પાર્ટનર નીમીશા, ચાર્મી અને કાલજએ મળીને આજથ ૩ વર્ષ પહેલા આ નાનો કોન્સેપ્ટ ચાલુ કર્યો .
મેરેજની આણાની અને છાબની વસ્તુઓ ડેકોરેટ કરેલી ટ્રેમાં લઇ જવાનો અને હવે એ જ કોન્સેપ્ટ નવો લાવ્યા બધાને આવી ટ્રે જે મોંધી પડે છ એની જગ્યાએ અમે આજ બધી ટ્રેઓ રેન્ટ ઉપર આપીએ છીએ જેના લીધે લોકોને મોંધી ટ્રેઓ પરચેજ ન કરવી પડે અને એના જ બજેટમાં એકદમ સારી રીતે છાબને એ ડેકોરેટ થઇ જાય તથા અમે રાજકોટમાં એક નવો જ કોન્સેપ્ટ લાવ્યા છીએ. ચોકલેટ બુકે આ બુકે અમારી સ્પેશ્યાલીટી છે અમે બધી જ વસ્તુઓ જાતે બનાવીએ છીએ. તથા સાથે સાથે અમે કેક કપ કેક ચોકલેટ કુકીઝ બધુ ઓર્ડર પ્રમાણે બનાવી આપીએ છીએ.
આગળ વાત કરતા તેમણે જણાવ્યું કે અમને ૩ વર્ષમાં ખુબ જ સારી સફળતા મળી છે અને બીનાબેનના સાથ અને ફેશનમંત્રાની સાથે અમને ખુબ આગળ વધવાની થક મળી છે એ તકનો લાભ લઇને અમે આ વર્ષેથી ઘણા જ આગળ આવ્યા છીએ.
અને અત્યારની માર્કેટના ડીમાન્ડ પ્રમાણે ભાડેનો રેન્ટ સૌથી વધારે ચાલે છે. કારણ કે માણસો એવું વિચારે છે કે બે ત્રણ હજારની ટ્રે લેવી એના કરતાં એક વખત રેન્ટ પર લેવું શું ખોટું અને એજ બે ત્રણ હજારની ટ્રે અમે માત્ર ૨૦૦-૨૫૦ રૂ. ના ઓછા ભાવથી ર૪ કલાક માટે ભાડે આપીએ છીએ.
જવેર સોની ની અબતક સાથેની ખાસ વાતચીત દરમ્યાન તેઓ જણાવે છે કે તેઓ નાના બાળકો માટે એક નવું જ કલેકશન લાવ્યા છે. જેમાં પાર્ટીવેર, એથલીક વેર, તેની સાથે તેમને રોજબરોજ ની જે પણ કઇ જરુરીયાત હોય તે લાવ્યા છે. તેઓની મોટાભાગની વસ્તુઓ યુ.કે. ની થી મંગાવે છે.
જે પુરેપુરી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. અને એના ફિજીકલ સ્ટોર તેઓ રાજકોટમાં લાવ્યા છે. આગળની વાતચીત દરમ્યાન તેઓ જણાવે છે કે અમીનમાર્ગ આર.એમ.સી. કોર્પોરેશન સામે તેઓની સ્ટોર છે. નાના બાળકો માટે તેઓ પ્રી પ્રેગનેન્સી પોસ્ટ પ્રેગનેન્સી તથા ૦ થી ૬ વર્ષે સુધીના બાળકો માટે તમામ રેન્જ અહિયા રાખવામાં આવે છે. તેઓના કલેકશનમાં નાના બાળકો માટે રમકડા સાઇકલ, ગેમ્સ તથા બધા જ પ્રકારના કપડાઓ પણ ત્યાં ઉપલબ્ધ થાય છે.
છોકરાઓના કપડામાં કલેકશનમાં વિન્ટરવેર, એથલીકમાં કુડતા શેરવાની પજામાં તથા છોકરીઓ માટે પાર્ટીવેર ડ્રેસીસ પણ રાખવામાં આવે છે. આગળ તેઓ જણાવે છે કે લોકોનો રીસપોન્સ ખુબ સારો છે. કારણ કે તેઓ પાસે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે જે લોકોને ખુબ ગમે છે તેઓ જણાવે છે કે તેમની પાસે નાના બાળકો માટે અંદાજીત ર લાખ જેટલી વસ્તુઓ છે. લોકોની કઇપણ જરુરીયાત હોય તે અમારી પાસે મળી રહે છે. તથા ૫૦ રૂ.થી ૨૦,૦૦૦ રૂ સુધીની બધી જ પ્રોડકટસ અહિયા મળી રહે છે.