૧૦૫૦ વષઁ જુનો અને ઐતિહાસિક ધરોહર ને ફરીથી યાદ કરાશે… એન.સી.સી. ના બ્રીગેડીયર કમાન્ડર અજીતસિંહ શેખાવતે પણ સ્મારકની મુલાકાત લીધી….
ગીર સોમનાથ જીલ્લા ના ડોળસા નજીક આવેલ બોડીદર ગામે આહીર સમાજના વીર દેવાયત બોદર નુ સ્મારક આવેલ છે જયા આગામી ૨૫ તારીખ ના રોજ આહીર સમાજ દ્રારા ભવ્યાતિભવ્ય કાયઁક્મનુ આયોજન કરવામાં આવેલ છે જેમા લાખોની જનમેદની ઊમટી પડશે.
ગીર સોમનાથ જીલ્લા ના નાના એવા બોડીદર ગામે વીર દેવાયતબોદર નામનો આહીર રહેતો હતો.અને આ દેવાયત બોદરની એક ધમઁ ની માનીતી બહેન હતી.દેવાયત બોદરને ત્યા જાસલ અને ઉગો એમ બે સંતાનો હતો.આજથી ૧૦૫૦ વષોઁ પહેલા જેતે સમયના જૂનાગઢ ના રાજાએ દેવાયત બોદરની ધમઁ ની માનીતી બહેન ના પતિ “રા” દિયાસ પર ચડાઇ કરી જેના ની ગાદી મળવી અને આ ” રા” દિયાસ અને રાજપુતાણી ના પરીવારનો એક જ વંશજ ” રા” નવઘણ ને પણ મોત આપવાનુ હતુ ત્યારે “રા” નવઘણ ને કોણ બચાવી શકે અને કોણ આશરો આપે ત્યારે વીર આહીર દેવાયત બોદરને ત્યા ” રા” નવઘણ ને ભીમો વાલ્મીકી અને વાલી વડારણ મુકવા આવે છે અને આવડી મોટી વાત પોતાના પેટમાં ન રહે તે માટે ભીમા વાલ્મીકી એ વાલી વડારણ પાસે કટાર મંગાવી અને પોતે શહીદ થઇ ગયા .ત્યારબાદ ” રા” નવઘણ દેવાયત બોદરને ત્યા મોટો થવા લાગ્યો અને ફરીએકવાર જૂનાગઢના નવાબ ને જાણ થઇ કે પોતાનો શત્રુનો વંશજ બોડીદર ગામે દેવાયત બોદરને ત્યા મોટો થાય છે
ત્યારે રાજાએ બોડીદર ગામના ચોરે દેવાયત બોદરને બોલાવી પુછતા દેવાયત બોદરથી સાચુ બોલાઇ ગયુ કે ” રા” નવઘણ તેમને ત્યા જ છે .રાજાના હુકમથી ” રા” નવઘણ ને બોલાવવાનું કહેલ ત્યારે દેવાયત બોદરે તેમની પત્ની સોનબાઇને એક ચીઠી લખી કે “રા” રાખીને વાત કરજે એટલે સોનબાઇ દેવાયત બોદરની વાત સમજી ગયા અને ” રા” નવઘણ નો જીવ બચાવવા પોતાનો દિકરો ઉગોને રાજા પાસે મોકલી દીધેલ .રાજાને શંકા જતા સોનબાઇને ” રા” નવઘણ બનીને આવેલ દિકરાનુ માથુ તલવારથી કાપી નાખવા કહેલ અને સોનબાઇ એ શરીરથી માથુ વેઢી નાખ્યુ છતા પણ રાજાને શંકા જતા સોનબાઇને કપાયેલા મસ્તક ની આંખો પરથી ચાલવાનું કહેલ અને તે પણ રાજાને શંકા ન જાય તે માટે સોનબાઇ એ કયુઁ. આમ આ રીતે દેવાયત બોદરની ઘરે આશરે આવેલ ” રા” નવઘણ નો જીવ બચાવવા પોતાના દિકરાનુ બલીદાન આપી દીધુ એ આ આહીરવીર દેવાયત બોદર છે.ત્યારબાદ ” રા” નવઘણ ને સૌરાષ્ટ્ર નો આહીર સમાજને ભેગો કરી જૂનાગઢ ની ગા દી પર ચડાઇ કરી ફરીથી રાજ સોપ્યુ….
બ્રીગેડીયર કમાન્ડર અજીતસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ની ભૂમીમા દેવાયત બોદર નામના આહીર સમાજ ના વીરે દેશની રક્ષા માટે પોતાના દિકરાનુ બલીદાન આપી દીધુ છે. એવા દેવાયત બોદરની આ પવિત્ર ભૂમી પર આવનાર ૨૫ ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ ના બ્રીગેડીયર કમાન્ડર અજીતસિંહ શેખાવત દ્રારા ગામથી કામયાબી સુધી નુ એક અભીયાન શરુ થવા જઇ રહ્યુ છે… સૌરાષ્ટ્ર ની ભુમી એ સંતો અને શુરવીરોની ભૂમી છે અહી ધમઁ, રાષ્ટ્ર, સમાજ માટે કેટલાય સંતો અને શૂરવીરોએ પોતાની આહુતિ આપી છે જેના નજર સમક્ષ ઇતીહાસ આજે પણ જોવા મળે છે એવોજ એક અતી કરુણતા અને રાષ્ટ્ર માટે સમપીઁત બલીદાન દેવાયત બોદર નુ છે જેને આજે હજજારો વષઁ પછી પણ યાદ કરતા લોકોની આંખ માથી આંસુ આવી જાય છે…..
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,