હાલના ઝડપી ટેકનોલોજીના યુગમાં કામના બોજ તળે લોકો સતત માનસિક તણાવ અનુભવી રહ્યા છે, સતત તણાવના કારણે માથાના દુ:ખાવાથી લઈને માનસિક અને મગજની બિમારીઓ સુધીના રોગો થઈ શકે છે
માનસિક અને મગજની બિમારીઓથી બચવા કામના બોજને હટાવવા સમય મળ્યે યોગ, પ્રાણાયામ, કસરત અને વોકીંગ કરવાની તથા સમયાંતરે પરિવાર સાથે હળવાશની પળો મનાવવાની મનોચિકિત્સકો તથા ન્યુરો સ્પેશીયાલીસ્ટોની સલાહ
તંદુરસ્ત જીવન માટે શારીરિક સ્વસ્થતા અતિજરૂરી છે પરંતુ હકિકતમાં માનસિક સ્વાસ્થ્ય વગર શારીરિક સ્વસ્થતા શકય નથી. હાલના ટેકનોલોજીના ઝડપી યુગમાં સતત દોડધામ, વ્યવસાયની ચિંતા અને ઘોંઘાટીયા વાતાવરણના કારણે લોકો સતત માનસિક તણાવ અનુભવે છે.
આ માનસિક તણાવના કારણે માથાનો દુ:ખાવો, માઈગ્રેન વગેરે જેવા રોગો શરીરમાં ઘર કરી જાય છે આવા સામાન્ય લાગતા રોગોની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો માનસિક અને મગજના રોગો ઉપરાંત બી.પી, ડાયાબીટીસ જેવા રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે.
જેમ શરીર બિમાર પડે છે તેમ મન પણ બિમાર પડે છે. શરીરમાંથી થતી બિમારીઓને આપણે જોઈ શકીએ છીએ, પારખી શકીએ છીએ પરંતુ મનની બિમારીઓને આપણે જોઈ શકતા નથી. લોકોમાં સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે માનસિક બિમારી એટલે ગાંડપણ. હકિકતમાં માનસિક બિમારીઓ ઘણા પ્રકારની હોય છે. ૩૫૦ થી વધારે પ્રકારની માનસિક બિમારીઓ જોવા મળે છે. માનસિક બિમારીઓ થવાના અનેક કારણો હોય છે.
માનસિક બિમારીઓની પ્રારંભિક તબકકે સારવાર કરવામાં ન આવે તો માણસ ડીપ્રેશનમાં સરી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ.એચ.ઓ.ના આંકડાઓ મુજબ વિશ્વભરના ૫ કરોડ ૭૦ લાખ જેટલા લોકો ડીપ્રેશનમાં જીવે છે. જેમાંથી સૌથી વધારે ભારતના લોકો ડીપ્રેશનમાં જીવે છે. વિશ્વમાં ડીપ્રેશનથી પીડાતા દર્દીઓના ૪.૫ ટકા જેટલા દર્દીઓ ભારતમાં વસે છે. પુરુષો કરતા સ્ત્રીઓ ઝડપથી ડિપ્રેશનનો ભોગ બને છે.
મહિલાઓમાં ડિપ્રેશનના કારણે હોર્મન ઈનબેલેન્સ, ફેમીલી રીસ્પોન્સીબીલીટી, મલ્ટીપલ રોલ, વાયોલન્સ, કોપીંગ સ્ટ્રેટજી, જેન્ડર અનઈકવીલીટી ઈન ફેરીયર પોઝીશન વગેરે છે. ડીપ્રેશનની યોગ્ય રીતે સારવાર કરવામાં ન આવે તો અનેક બિમારીઓ આવી શકે છે.
માનસિક રોગો અંગે સામાન્ય રીતે અંધશ્રદ્ધા પ્રવર્તતી હોય લોકો પહેલા તેની મેડિકલ સારવાર કરાવવા કરતા ધાર્મિક માન્યતાઓના આધારે આવી બિમારી ઠીક કરાવવાનું વધારે યોગ્ય માને છે. જેના કારણે માનસિક રોગોની યોગ્ય સમયે સારવાર ન થવાથી દર્દીની સ્થિતિ બગડવાની સંભાવના વધી જાય છે. માનસિક રોગોની યોગ્ય સમયે સારવાર કરાવવામાં ન આવે તો મગજ તથા કરોડરજજુના રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે. હાલના ઝડપી યુગમાં આવા અનેક રોગો જોવા મળી રહ્યા છે.
માનસિક અને મગજના રોગોથી બચવા માટે લોકોએ માનસિક તણાવથી દુર રહીને પ્રફુલિત વાતાવરણમાં રહેવાની મનોચિકિત્સકો અને ન્યુરો સ્પેશ્યાલીસ્ટ ડોકટરો સલાહ આપી રહ્યા છે. હાલના ઝડપી યુગમાં સમયના અભાવે યોગ, પ્રાણાયામ કે કસરત ન કરી શકતા લોકો માટે માનસિક તણાવ દુર કરવા માટે સ્પા નવો વિકલ્પ ખુલ્યો છે. સમયાંતરે સ્પામાં જઈને લોકો પોતાના માનસિક તણાવને દુર કરીને જીવનની વેલનેસને જાળવી શકે છે.
ઉપરાંત નિયમિત જીવનમાં વેલનેસ જાળવી રાખવા માટે કામનો બોજ રાખ્યા વગર પ્રફુલ્લિત મને વ્યવસાય કરવો જોઈએ. સમય મળ્યે યોગ, પ્રાણાયામ, કસરત અને વોકીંગ કરવું જોઈએ. સમયાંતરે પરિવાર સાથે ફરવાલાયક સ્થળો પર જઈને મન પરના ભારને દુર કરવો જોઈએ. નિયમિત રીતે આવી સામાન્ય કાળજીઓ માનસિક તણાવને દુર રાખીને માનસિક અને મગજના રોગોને દુર રાખવાની સાથે બીપી અને ડાયાબીટીશ જેવા રોગોને આવતા રોકશે.
માનસીક તણાવની માનસીક બિમારી થઈ શકે છે: ડો. ભાવેશ કોટકઅબતક સાથેની વાતચીતમાં મનોચિકિત્સક ડો. ભાવેશ કોટકએ જણાવ્યું હતુ કે માનસીક બિમારીના મુખ્ય ત્રણ કારણો હોઈ શકે પરંતુ કારણ જેનેટીક એટલે કે વારસાગત બીજુ કારણ છે વ્યકિતનો સ્વભાવ એટલે કે પર્સનાલીટી વ્યકિતની પર્સનાલીટી કેવી છે? તેના પર માનસીક બિમારી થવાની સંભાવના રહેલી છે. ત્રીજુ કારણ છે તણાવ એટલે કે સ્ટ્રેસ છે. સ્ટ્રેસ પોઝીટીવ અને નેગેટીવ હોય છે. જેના કારણે પણ લોકોને માનસીક બીમારી થઈ શકે છે. આ ઉપરાંતમાં ઓછુ કારણ કોઈપણ કારણ વગર પણ માનસીક બીમારી થઈ શકતી હોય છે. મોટાભાગની માનસીક બિમારીઓ શરૂઆતના તબકકા હોય ત્યારે જ તેન સારવાર શરૂ કરીએ તો તેનાથી આપણને સારા પરિણામ મળતા હોય છે.
માનસીક તણાવની સમયસર સારવાર ન થાય ડીપ્રેસન થઈ શકે છે: ડો.અલ્પેશ પંડયાઅબતક સાથેની વાતચીતમાં ડો. અલ્પેશ પંડયાએ જણાવ્યું હતુ કે તણાવના કારણો સામાન્ય રીતે બદલાતી સામાજીક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, વધુ પડતી જરૂરીયાતો અને ટેકનોલોજીનો સંયમ વગરનો બેફામ ઉપયોગ આ બધા પરિબળોના કારણે તણાવનું પ્રમાણ સોસાયટીમાં ખૂબજ વધી રહ્યું છે. મગજના રોગો માટે મુખ્ય કારણો તણાવ અને તેના કારણે થતા બ્લડ પ્રેશરના કારણો, પાસ્ટ લાઈફના કારણો બ્લડ પ્રેસર, ડાયાબીટીસના હિસાબે આડકતરી રીતે મગજના રોગોને આમંત્રીત કરે છે.
શરૂઆતતો નહિ પણ તેના કારણે લાંબા ગાળે ડિપ્રેશનના પ્રોબેલ્મો ઉભા થાય વ્યકિત પોતે સામાજીક રીતે વિડ્રો થાતુ જાય. સોસાયટીમાં અવર જવર અને માણસો સાથે વાતચીત કરવાનું અવોઈડ કરે. એવું બની શકે. જયારે માઈગ્રેઈન જૂનૂ થાય તેના કારણે લોહીની નળીમાં પ્રોબલેમ થઈ શકે છે. સ્પાઈના પ્રોબ્લેમ વધુ પડતુ બેઠાડુ જીવન પ્રોપરલી બેસવામાં ન આવે જેના કારણે મણકા ગાદીના પ્રશ્નો ઉભા થઈ શકે છે. લાંબા ટાઈમ ટેબલ વર્ક કે કોમ્પ્યુટર વર્ક કરતી વખતે જો ગરદન, પ્રોઝીશન ન મળી શકે તો એ ભવિષ્યમા કરોડરજજુ કે દબાણ જેવા તકલીફો થઈ શકે છે.
સ્પામાં મસાજ ટ્રીટમેન્ટ લેવાથી લોકો રીલેકસ થાય છે: નીલ રાઠોડરાજકોટના સ્પા. સંચાલક નીલ રાઠોડે અબતક સાથે ખાસ વાતચીતમં જણાવ્યું હતુ કે અમે ડ્રાયમસાજ પણ કરી આપીએ છીએ જે માણસ ખૂબ થાકી જાય છે. તેને આ ડ્રાય મસાજ દ્વારા રીલેકસ ફીલ થાય છે. આ ઉપરાંત, ઓઈલ મસાજ, સ્કબ મસાજ, વોટર મસાજ અને ક્રીમ મસાજ પણ કરી આપીએ છીએ ઓઈલ મસાજ દ્વારા પણ માણસ એકદમ હળવાશ અનુભવે છે.અને ફ્રેશ થઈ જાય છે. હાલ, સ્પાનું ચલણ ૧ કલાકમાં જ વધી રહ્યું છે. થાક તેમજ સ્ટ્રેસમાંથી મુકત થવા લોકો સ્પામાં મસાજ લઈને રીલેકસ થઈ રહ્યા છે.
હાલમાં બ્રેઈન ટયુમર સહિતના મગજના રોગોનું પ્રમાણ વધ્યું છે: ડો. કાર્તિક મોઢાઅબતક સાથે વાતચીત દરમિયાન જાણક્ષતા ન્યુરોસર્જન ડો કાર્તિક મોઢાએ જણાવ્યું હતુ કે મગજના મુખ્ય રોગોમાં બ્રેઈનટયુમર તેવી જ રીતે મગજનું ઈન્ફ્રેકશન તથા બ્રેઈન હેમરેજ પણ અત્યારે મુખ્યત્વે જોવા મળે છે. બ્રેઈન ટયુમરનું એવું કોઈ ખાસ કારણ હોતુ નથી કોઈ પ્રકારની ખોરાક લેવાની પધ્ધતિ કે તેનાથી બ્રેઈન ટયુમર થતુ હોય એ કુદરતી પ્રક્રિયા છે.
તેમાં કોઈ ખાસ કારણ હોતુ નથી. પણ બ્રેઈન ટયુમર જે પણ વ્યકિતને થાય એમનું યોગ્ય અને ઝડપી નિદાન અને ખૂબ સારી રીતે નિદાન થઈ શકે છે. તેના પરિણામ પણ ખૂબજ સારા આવતા હોય છે. એવી જ રીતે બ્રેઈનનું ઈન્ફ્રેશકન તો પણ મુખ્ય રોગમાં આવે છે. ખાસ કરીને સામાન્ય તાવ શરદી હોય છે.તેમાંથી પણ મગજમાં પણ ચેપ ફેલાઈ જતો હોય છે. તેનાથી પણ દર્દી કોમમાં જતુ રહે છે. અથવા તો ખૂબ લાંબી સારવારની પણ જરૂર પડે છે.
આ બધુ કરવા છતા પણ પથારીવસ અવસ્થા રહેતી હોય છે. ત્રીજી મુખ્ય તકલીફ છે. બ્રેઈન હેમરેજ થાવું અથવા તો બ્રેઈન સ્ટ્રોકસ હોય છે.જેમાં વાહન અકસ્માત કે કુદરતી રીતે બ્રેઈન હેમરેજ થવું એ બંને મુખ્ય કારણ હોય છે. પણ વહન અકસ્માતને કારણે તેમાં કેસો વધારે જોવા મળે છે.
બ્રેઈન હેમરેજમાં ઝડપી સારવાર અને જો ઓપરેશન કે ઓપરેશન વગરની કોઈ પણ સારવાર કરવામાં આવે તો એવા પણ ઘણી વખત ખૂબ સારા પરિણામો જોવા મળતા હોય છે. એવી જ રીતે કુદરતી રીતે બ્રેઈન હેમરેજ થતુ હોય છે. જેમાં બ્લડ સરકયુલેશન અત્યારે મુખ્ય કારણ કે બ્લડ પ્રેસર વધી જવાના કારણે મગજમાં નસો ફૂટી જાય છે. બ્લડ પ્રેશર અત્યારે નાની ઉંમરમાં પણ જોવા મળે છે. બ્લડ પ્રેસરને લઈને પણ બ્રેઈન હેમરેજ થવાની શકયતા વધુ હોય છે.