બીજીવાર મહી યોજના આપવા શહેરીજનોની માંગ

જસદણ નગરપાલીકાને પાણી પૂરવઠા બોર્ડ ગાંઠતુ ન હોવાથી શહેરીજનોને હાલ સાત દિવસે પીવા માટે પાણી મળી રહ્યું છે. જસદણ નગરપાલીકાના પાણી વિતરણ અંગે ભૂતકાળમાં જઈએ તો છેલ્લા ૨૦ વર્ષથી લોકો પાસેથી ૧૨ મહિનાનો વેરો વસુલ કરી દર એકાંતરા પાંચ સાત અને દસ દિવસે જ ભૂતકાળમાં પાણી આપ્યું છે. અને હાલમાં પણ મહિનામાં ફકત ચાર વખત પાણી આપે છે. કારણ કે પાણીનોમુખ્ય સ્ત્રોત આલણસાગરમા તળીયા દેખાઈ ગયા છે. મુખ્ય આધાર હવે મહી યોજના છે.

આઅંગે પાણી પુરવઠાબોર્ડને જસદણ પાલીકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણા બે વાર કાર્યપાલક ઈજનેર સામે લેખીતમાં ખોળો પાર્થયો છે કે જસદણનાં નાગરીકોને દોઢ એમ એલડી પાણીના જથ્થાથી કાંઈ થતુ નથી તેથી દરરોજ સાડાત્રણથીચાર એમ એલડી પાણી આપવામાં આવે પણ પાણી પૂરવઠા બોર્ડના ઈજનેર આ અંગે કોઈની ભલામણની રાહ જોઈ રહ્યા હોવાથી હાલ જસદણમાં પાણીની રાડ બોલી ગઈ છે. બીજી બાજુ શહેરના તમામ વિસ્તારોમાં ભૂતિયા નળ જોડાણોની સંખ્યા હજારોમાં છે. તેનો ટેકસ સામાન્ય જનતાને ચૂકવવો પડે છે. આ બાબતે સભ્યો ઢાંક પીછોડા કરે છે. અને તંત્ર તાબોટા પાડે છે. ત્યારે ચીફ ઓફીસરએ બીજીવાર મહી યોજનામાં વધુ પાણી આપવા માંગણી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.