રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામ અને કલાણા ગામ ને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં લોકો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામ નો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં લોકો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હાલ શહેર ના માર્ગો નું સમારકામ અવારનવાર કરવામાં આવતું હોય છે પણ ધોરાજી તાલુકાના છત્રાસા ગામ નો માર્ગ એટલે કે મુખ્ય રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવાં મળ્યો જ્યારે આ ગામ ની મુલાકાત લીધી ત્યારે ત્યાના સ્થાનિક લોકો નાં જણાવ્યા અનુસાર છત્રાસા ગામ નો અને કલાણા ગામ ને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી છે તંત્ર અને જવાબદાર લોકો ને અનેક વખત રજુઆત કરવાં છતાં તંત્ર આ બિસ્માર હાલત ના માર્ગ પર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.
આ છત્રાસા ગામ નો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી છે અનેક વખત તંત્ર અને જવાબદાર લોકો ને અનેક વખત રજુઆત પણ પરીસ્થિતિ જેમની તેમજ છે જેથી છત્રાસા ગામ રહેતાં એવું કહીં રહ્યા છે અમે લોકો પાકિસ્તાનમાં રહીએ છીએ કે શું……?
ગ્રામજનો ને હટાણુ કરવાં માટે ધોરાજી કે ઉપલેટા ગામે જવાં માટે ભારે જહેમત ઊઠાવી રહ્યા છીએ અને મિડીયા ના માધ્યમ થી તંત્ર એવી રજુઆત કરી રહયાં છે કે આ છત્રાસા ગામ અને કલાણા ગામ ને જોડતો આ મુખ્ય માર્ગ નું પણ જલદી થી જલદી સમારકામ કરવાં આવે નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી રહ્યા છે