આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
રાજકોટ વોર્ડ નં 14
શું કહે છે ભાજપ?
કોંગ્રેસ સ્થાપના દિવસ છે. પરંતુ કોંગી કાર્યકર્તામાં કયા ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા નાની યાદને ઉજવણી સ્વરુપે ઉજવે છે. પરંતુ આજે જયારે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે છતાં પણ તેઓમાં ઉત્સવ કે ઉલ્લાસ નથી. સામાન્ય રીતે પબ્લીકનોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવું તે રાજકીય આગેવાનીની ફરજ છે. પરંતુ મે પાર્ટીના અંદરો અંદર ના જ વિખવાદ દુર ન થતાં હોય તો પબ્લીકને ન્યાય કંઇ રીતે મળે ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું આપી જે તે વ્યકિત ભાજપમાં જોડાય છે. તે પણ એક જીવંત ઉદાહરણ છે. સવાસો વર્ષ જુનુ છે કોંગ્રેસ તો અત્યારે તો માત્ર કોંગ્રેસ જ હોવું જોઇએ એ નથી એનો
મતલબ કોંગ્રેસની અનેક એવી કચાસ છે જે હાલ તેને નબડી પાડી રહ્યું છે. જે હાલ તેને નબડી પાડી રહ્યું છે. ઉપરાંત હજુ પણ કોંગ્રેસના જે તે વ્યકિત જો એકલા એકલા દોડશે તો કાર્ય શકય નથી તેના માટે કોંગ્રેસે એક થવું અતિ આવશ્યક છે.
શું કહે છે કોંગ્રેસ?
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર કોંગ્રેસ સ્થાપના દિને જણાવ્યું હતું કે કોંગ્રેસ નો માત્ર એક જ એજન્ડા છે અંગ્રેજો જે પોતાના વારસદારો ભારતમાં છોડતા ગયા છે તે ભાજપને ઉખાડીને ફેંકી દેવાના છે. ભાજપ પ્રદેશ પ્રમુખ એમ કહે છે કે અમારે કોઇ કોંગ્રેસીઓની જરૂર નથી જ્યારે રાજકોટ ભાજપ શહેર પ્રમુખને એમ કહે છે કે કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ મારા સંપર્કમાં છે. અમે તો સ્પષ્ટપણે જ જણાવી રહ્યા છીએ કે ભાજપનો એક પણ વ્યક્તિ કોંગ્રેસમાં અમારે જોતો જ નથી. નિષ્ઠાવાન આગેવાનને જ આ વખતે ટિકિટ આપવામાં આવશે. ૧૮ વોર્ડ માં કોંગ્રેસની સ્થાપના થશે.
શું કહે છે પ્રજા?
અમે લોકો અમારે લોકોની વચ્ચે રહીને કામ કરવાનું હોય છે. સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસ કાર્યને અમે નજીકથી જોયા છે. ખરા અર્થમાં વોર્ડ નં.૧૪ માં જે રીતે ભાજપનો દબદબો છે. જયારે દરેક વ્યકિતનાં મુખે ભાજપ જ સાંભળવા મળે છે. કહેવાય છે કે કામ દેખાય, આ રીતે ભાજપ તેની સારી કામગીરી થકી ઓળખાય છે. કોંગ્રેસના કાર્યકરો પણ સુવાના કાર્યો કરે છે. પરંતુ એમના અંદરો અંદરના પ્રશ્ર્નો જ તેમને નાડે છે. અને તેના કારણે કોંગ્રેસ સત્તા પર આપી શકતું નથી. ખાસ કોંગ્રેસ અંદરના પ્રશ્ર્નો નિવારે તો તે પણ સવાયું સેવા કાર્ય કરી શકે, ખાસ તો આ વખતે ફરી ભાજપ આવશે જે રીતે ભાજપ પ્રત્યે લોકચાહના વધી છે. તેમ ભાજપ આવશે. અને ફરી જનતાની સેવાઓ કરશે.