જસદણ આટકોટ હાઇ-વે પર સાંઠી ભરેલા ટ્રેકટરોની હાલમાં ભારે અવર જવર હોવાથી આવા ટ્રેકટરો તંત્રના સત્તાધીશો ડીટેઇન કરી એની પર કાયદેસર કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે. જસદણ આટકોટ પંથકમાં દુષ્કાળ હોય એને કારણે માલઢોર માટે કપાસના છોડ સાંઠી ભરવામાં આવે છે કે વાહન માંડ માંડ અવર જવર કરી શકે છે.
એક મોટો સાંઠીનો ભર બાંધેલા ટ્રેકટરને કારણે ગત સાંજે ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત નોતરતાં આવા ટ્રેકટર સામે તંત્ર દ્વારા કેમ આંખ મીચામણા થાય છે? કે પછી તંત્ર કોઇ મોટો અકસ્માત સર્જાય તેની રાહ જુએ છે? કોઇના વ્હાલસોયા પરિવારજનોની અલવિદા થાય તે પહેલા તંત્ર પોતાનો મિજાજ દેખાડી ગેરકાયદેસર સાંઠીના ભર બાંધતા ટ્રેકટરોના માલીકો સામે પગલા ભરે એવી માંગ ઉઠવા પામી છે.