પરપ્રાંતીય મજુરોને પરત બોલાવવા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ: ૩૨ મજૂરો યાર્ડ પરત ફર્યા
લોક ડાઉનના સમયગાળા દરમિયાન પણ જગતનો તાત ર્આકિ સંકળામણ ન અનુભવે તે હેતુસર કૃષિ ક્ષેત્રને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી હતી તેમજ રાજ્યના તમામ એપીએમસીને પણ કાર્યરત કરાયા હતાં. જેના પરિણામે ખેડૂતો તેમની ખેતપેદાશોનું વેચાણ સરળતાથી કરી શકે છે. હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતો હાલાકી ન ભોગવે હેતુસર અનેકવિધ વ્યવસ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે તારીખ ૨૧ મેં થી નવી વ્યવસ અમલી બનાવાઈ છે જેમાં કપાસ, મગફળી, ચણા અને ઘઉંની જણસની આવક સવારે ૭ વાગ્યા થી માંડી ૯ વાગ્યા સુધી કરી શકાશે અને તે સિવાયની તમામ જણસની આવક સાંજના ૬ વાગ્યા થી માંડી સવારના ૫ વાગ્યા સુધી કરવામાં આવશે જેી યાર્ડ ખાતે ભીડ ન સર્જાય અને અવ્યવસ ઉભી ન થાય જે નિર્ણય આવકાર્ય છે પરંતુ હાલ મહામારીના સમયે યાર્ડના આશરે ૬૦ % પરપ્રાંતીય હમાલોએ વતન તરફ હિજરત કરી છે ત્યારે મજૂરોની ઘટ્ટ ઉભી ઈ છે. તેમાં પણ રાત્રીના સમયે યાર્ડ ખાતે રોકાણ કરતાં મોટા ભાગના મજૂરો રાજસનના હોય છે જેમની હાલ ગેરહાજરી છે જેના પરિણામે રાત્રીના સમયે આવતી ઉપજો ઉતારશે કોણ તે સવાલ ઉભો યો છે. હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડના આશરે ૧૨૦૦ થી ૧૪૦૦ જેટલા મજૂરોએ હિજરત કરી છે જે કુલ મજૂરોની સંખ્યાના ૬૦% છે જેના કારણે મજૂરોની મોટી ઘટ્ટ ઉભી ઈ છે. જે રીતે આવક રાત્રીના સમય દરમિયાન શરૂ કરવામાં આવી છે તેમાં મજૂરો ક્યાંથી આવશે તે મોટી સમસ્યા છે કેમકે રાજ્યમાં સાંજના ૭ વાગ્યા થી સવારના ૭ વાગ્યા સુધી કરફ્યુનું પાલન કરવું ફરજિયાત છે જેના પરિણામે તમામ લોકલ મજૂરો ૭ વાગ્યા સુધીમાં તેમના ઘરે પરત ફરી જતા હોય છે અને રાત્રીના સમયે મજૂરોની તીવ્ર ઘટ્ટ ઉભી થાય છે. હાલ કમિશન એજન્ટ યાર્ડની બહારના મજૂરો બોલાવી માલ ઉતારવા મજબૂર બન્યા છે.
રાજસ્થાની મજૂરોને પરત બોલાવવાનીવ્યવસ્થા કરવી અતિ આવશ્યક: સંજય ગઢીયા
આ વિશે માર્કેટિંગ યાર્ડ ખાતે સેસાઈ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા કમિશન એજન્ટ સંજયભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે હાલના સમયમાં જે રીતે માર્કેટિંગ યાર્ડને ધમધમતું કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે તે ખૂબ સરાહનીય બાબત છે. યાર્ડના સતાધીશો દ્વારા તમામ સમસ્યાનું નિરાકરણ થાય તે રીતે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યાર્ડ ખાતે અવ્યવસ ઉભી ન થાય તે હેતુસર સતાધીશો દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ મજૂરોની ઘટ્ટ હોવાથી અમે હાલાકી ભોગવી રહ્યા છીએ. તેમાં પણ રાત્રીના સમયે ખૂબ ઓછા મજૂરો યાર્ડ ખાતે રાત્રી રોકાણ કરી રહ્યા છે જેના કારણે રાત્રીના સમયગાળા દરમિયાન તી આવકને ઉતારી શકાતી ની અને તેના માટે અમારે અનેકવિધ ઉપાયો કરવા પડે છે, યાર્ડની આસપાસ વસવાટ કરતા મજૂરોની મદદ લેવી પડે છે તો વહેલી તકે રાજકોટ જિલ્લા કલેકટર રાજસનના અમુક ચોક્કસ શહેરના કલેકટર સો સંકલન કરી મજૂરોને પરત બોલાવવાની વ્યવસ કરવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય.
મજૂરોની સમસ્યાનું સંપૂર્ણપણે નિરાકરણ આવતા આશરે ૧૫ દિવસનો સમય લાગી શકે છે: હરદેવસિંહ જાડેજા
સમગ્ર મામલે રાજકોટ માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ ૪ જણસ સિવાય તમામની આવક સાંજના સમયે શરૂ કરવાનો એક માત્ર હેતુ એ છે કે યાર્ડ ખાતે લોકોના ટોળા એકત્રિત થાય નહીં તેમજ અવ્યવસ ઉભી થાય નહીં. હાલ મજૂરોની સમસ્યાની જો વાત કરવામાં આવે તો આ મામલે અગાઉ વેપારીઓએ આશરે ૪૦ જેટલા મજૂરો બહારી મંગાવ્યા હતા તેમજ યાર્ડ દ્વારા જિલ્લા કલેકટરને અન્ય રાજ્ય તેમજ શહેરમાંથી મજૂરોને પરત બોલાવવા અંગે રજુઆત કરવામાં આવી છે જે મામલે જિલ્લા કલેકટરે હકારાત્મક અભિગમ દાખવ્યો છે જેના ભાગરૂપે આજરોજ આશરે ૩૨ જેટલા મજૂરો યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે. તમામ મજૂરોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવનાર છે તેમજ આશરે ૭ દિવસ સુધી કવોરંટાઇન કરી મજૂરોને કામે લગાવી દેવામાં આવશે. તેમજ વધુ મજૂરો આગામી દિવસમાં યાર્ડ ખાતે આવી પહોંચશે તે પ્રકારની વ્યવસ કરવામાં આવી છે. તેમણે વધુમાં સાંજના ૭ વાગ્યા થી માંડી સવારના ૭ વાગ્યા સુધી કરફ્યુના પાલન વિશે જણાવતાં કહ્યું હતું કે હાલ બે તબક્કામાં મજૂરોને યાર્ડ ખાતે બોલવાઈ રહ્યા છે જેમાં મજૂરોના એક ચોક્કસ વર્ગને સાંજના સમયે ૬ વાગ્યાની આસપાસ જ બોલાવી લેવામાં આવે છે જે રાત્રી રોકાણ યાર્ડ ખાતે જ કરે છે જેી કરફ્યુનું પાલન થાય છે. અંતે તેમણે જણાવ્યું હતું કે તમામ પ્રકારની વ્યવસ કરવામાં આવી રહી છે તેમ છતાં યાર્ડ રાબેતા મુજબ ધમધમતા આશરે ૧૫ દિવસનો સમય લાગી શકે છે. તેમ છતાં જો સમસ્યા વધશે તો નિર્ણયમાં ફેરફાર કરવામાં આવશે.
રાજસ્થાની ની મજૂરોની અછતના કારણે રાત્રીના સમયે માલ ઉતારવો પડકારજનક: અતુલ કમાણી
આ વિશે વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે જે નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે તે આવકાર્ય છે પરંતુ હાલ માર્કેટીંગ યાર્ડ ખાતે સૌથી મોટો મજૂરોનો પ્રશ્ન છે કેમકે મોટાભાગના મજૂરો તેમના વતન ચાલ્યા ગયા છે જેી રાબેતા મુજબ વેપારીઓ જે જથ્થામાં માલ મંગાવતા હતા તે મંગાવી શકાતો ની. તેમાં પણ હાલ જે રીતે સાંજના ૬ વાગ્યા થી સવારના ૫ વાગ્યા સુધીનો સમયગાળો આવક માટે નક્કી કરવામાં આવ્યો છે તે સમયગાળા દરમિયાન ખૂબ ઓછા મજૂરો યાર્ડ ખાતે હાજર રહેતા હોય છે. અગાઉ રાજસની મજૂરો યાર્ડ ખાતે જ રાત્રીરોકાણ કરતા હોય કોઈ સમસ્યા સર્જાતી ન હટી પરંતુ હાલ આ મજૂરોની ગેરહાજરી હોવાને કારણે વેપારી – કમિશન એજન્ટ હાલાકી ભોગવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ મામલે સત્તાધીશોએ યોગ્ય સ્તરે રજુઆત કરવી જોઈએ જેી આ પ્રશ્નનો વહેલી તકે નિવારણ ઈ શકે તેમજ યાર્ડ રાબેતા મુજબ ચાલુ કરી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ અમે અહીંના સનિક મજૂરો તેમજ અમારા મજૂરોને રાત્રીના સમયે રોકાણ કરવા કહીએ છીએ જેી માલ ઉતારી શકાય.
ટૂંક સમયમાં મજૂરોની ઘટ્ટ પુરી કરાય તેવી પ્રબળ શક્યતા: વલ્લભભાઈ પાંચાણી
આ મુદ્દે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડિરેકટર વલ્લભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે ધીમે ધીમે યાર્ડને રાબેતા મુજબ ધમધમતું કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે ત્યારે લોકોની ભીડ તેમજ અવ્યવસ સર્જાય નહીં તે બાબત ધ્યાને લેવી આવશ્યક જેના ભાગરૂપે કપાસ, ચણા, ઘઉં અને મગફળીની આવક આવક કે જે રજિસ્ટ્રેશનના માધ્યમી કરવામાં આવે છે ટેનનો સમય વહેલી સવારનો રાખવામાં આવ્યો છે તે સિવાયની જણસનો સમય સાંજના ૬ વાગ્યાથી સવારના ૫ વાગ્યાનો રાખવામાં છે જે ખેડૂતો અને યાર્ડના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના સમયમાં યાર્ડ ધમધમતું કરવું એ પડકારજનક છે તો ત્યારે અનેકવિધ સમસ્યા રહેવાંની જ છે જેમાં મુખ્ય પડકાર મજૂરોનો છે કેમકે મોટાભાગના મજૂરોએ સ્ળાંતર કર્યું છે તેમ છતાં મજૂરોની ઘટ્ટ ન વર્તે તે હેતુસર સનિક મજૂરોની મદદ લેવાઈ રહી છે અને જિલ્લા વહીવટી તંત્ર સો પણ વાતચીત કરાઈ રહી છે જેી ટૂંક સમયમાં પરપ્રાંતીય મજૂરોને બોલાવી આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ મજૂરોની સમસ્યા માર્કેટીંગ યાર્ડ ખાતે છે તે વાતનો છેદ ઉડાળી શકાય નહીં પરંતુ આ ઘટ્ટને પુરી કરવા સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરી દેવામાં આવશે.