ડોકટર્સ ડે નીમીતે શ્રઘ્ધા આઇ હોસ્પિટલના ડોકટર પિયુષ ઉનડકટે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં છેલ્લા ર૦ વર્ષથી આંખના સર્જન તરીકે ફરજ બજાવે છે. ત્યારે શ્રઘ્ધા હોસ્પિટલ ખાતે એક જ છત નીચે આંખની તમામ સારવારો આપવાની નેમ લીધેલી છે. જેના માટે આંખની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. આંખના રોગોમાં પણ હવે સબ કેટેગરી આવેલી છે. જેથી જેમ કે રેટીના વિભાગ સહીત અનેક વિધ વિભાગો શ્રઘ્ધા હોસ્પિટલ ખાતે શરુ કરવામાં આવ્યા છે. અને આંખના દર્દીઓને સારવાર મળી રહે તે માટે શ્રઘ્ધા હોસ્પિટલ પ્રયત્ન શીલ છે અને તે હેતુ પણ છે. ડોકટરો ને સેવાનો મુખ્ય હેતુ છે. અને ડોકટરો માટે આજીવીકા પણ એજ છે. બીજો હેતુ એ છે કે દર્દીઓ દુ:ખ મુકત થાય. દીનચર્ચા પણ આમ નાગરીકોની જેમ સામાન્ય છે. ત્યારે ઇમરજન્સીમાં સેવા બજાવતા ડોકટરોની હાલત પણ ખુબ જ દયનિય અને મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તેઓને ગમે ત્યારે ઇમરજન્સી આવી શકે છે. ત્યારે આ તકે કીટીકલ કેર ડોકટરોની જવાબદારી ખુબ જ વધુ હોય છે.આ તકે તેઓએ જણાવ્યું હતું કે તબીબો દર્દીઓને કહેતા હોય છે કે સમય સર ખોરાક લેવો જોઇએ. પણ ઘણી વખત ડોકટરો સમયની સાથે તાલ મીલાવી નથી ચાલી શકતા ત્યારે અંતમાં ડો. પિયુષ ઉનડકટે અબતક ના દર્શક મિત્રોને ડોકટર ડે નીમીતે શુભેચ્છા પાઠવી હતી. અને સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.