ક્રેડાઈ ગુજરાત પ્રમુખનો તાજ પરેશ ગજેરાના શીરે: ભારત પ્રમુખ જક્ષય શાહની વિશેષ ઉપસ્થિતિ: ગઝલ સમ્રાટ મનહર ઉધાસે સૂરો રેલાવી મંત્રમુગ્ધ કર્યા
ક્રેડાઈ ગુજરાતની સામાન્ય સભા રાજકોટની સીઝનસ હોટલ ખાતે યોજાઈ હતી. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાને ક્રેડાઈ ગુજરાતના પ્રમુખપદે નિમ્યા હતા. આ પ્રસંગે પરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, ક્રેડાઈ ગુજરાતની નીચે ૨૬ અલગ અલગ સંસ્થા જેમાં ૮ હજારથી વધુ મેમ્બરો જેનું ફોકસ જીડીસીઆર અને રેરાનાં પ્રશ્ર્નનું નિરાકરણ કરવાનું રહેશે. ગુજરાતમાં પડતર ટીપી સ્કીમોને મંજુરી મળે તે પણ મુખ્ય હેતુ રહેશે. રેરા આવતા લોકોનો વિશ્ર્વાસ વઘ્યો છે. જેથી કહી શકાય કે આવતા ૧૦ વર્ષો બિલ્ડીંગ ઈન્ડસ્ટ્રીઝના રહેશે. ક્રેડાઈ અર્ફોડેબલ હાઉસીંગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરશે. કારણકે લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે મુખ્ય ઉદેશ્ય હોય છે.જયારે ક્રેડાઈના રાષ્ટ્રીય અધ્યક્ષ જક્ષયભાઈ શાહે જણાવ્યું હતું કે, દેશનો બીજા નંબરનો વ્યવસાય છે. ખેતી પછીનો કારણ કે ભારતનાં લગભગ લોકો આ વ્યવસાય ઉપર નભે છે. છેલ્લા ૩ વર્ષોમાં તળીયાના ભાવ ખુબ જ નીચા છે જેનુ મુખ્ય કારણ ભારત દેશનું અર્થતંત્ર છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર જ એક એવું ક્ષેત્ર છે જેને ત્રણ બાજુથી મારો આવ્યો છે.પહેલુ નોટબંધી, બીજુ જીએસટી અને ત્રીજુ રેરા તેમ છતાં દેશના જીડીપીમાં રીયલ એસ્ટેટ સારો નફો વિકટ પરિસ્થિતિમાં આવી રહ્યા છે. પ્રોજેકટ લોચીંગમાં થોડી ‚કાવટ આવશે રેરાને લઈને. જેથી ડિમાન્ડ અને સપ્લાયમાં ખુબ જ મોટો તફાવત રહેશે. સાથોસાથ ક્રેડાઈ ગુજરાતની સામાન્ય સભા બાદ મનહર ઉદાસની નાઈટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.