ઋતુઓમાં બદલાવ ચામડી ઉપર સૌથી વધુ અસર કરે છે: ડો.ભાવેશ દેવાણી

ધાધરથી બચવા જાડા અને ફીટ કપડા પહેરવાનું ટાળો: ડો.સુરેશ જોષીપુરા

૬ એપ્રિલ એટલે કે વર્લ્ડ સ્કીન ડે. વર્લ્ડ સ્કીન હેલ્થ ડેનો હેતુ ચામડીને લક્ષી બિમારીઓ માટે દુનિયાભરના લોકોમાં જાગૃતતા લાવવાનો છે. (આઈએલડીએસ) કેમ્પેઈન એટલે કે ઈન્ટરનેશનલ લીગ ઓફ ડર્મેટાલોજીકલ સોસાયટી દુનિયાભરના સ્ક્રીન નિષ્ણાંતો આ કેમ્પેઈન સાથે જોડાઈ છે અને લોક કલ્યાણ માટે કાર્ય કરે છે. ડો.સંજય જોશીપુરા આ મામલે જણાવે છે કે આઈએલડીએસ ઓબ્ઝર્વ કરે છે ‘સ્કીન હેલ્થ ડે’. જેમાં ઈન્ડીયન એસોસિએશન ઓફ ડર્મેટાલોજીસ્ટ સક્રિયપણે ભાગ લે છે. સ્કીન હેલ્થની ચર્ચા કરવામાં આવે તો ત્વચાના રક્ષણ માટે બે ઉપાયો છે. પર્યાવરણથી રક્ષણ અને હાઈજીન રક્ષણ ત્વનું હાઈજીન ખુબ જ જરૂરી છે. જો એ ન થાય તો પસ, દાદર જેવા ભયંકર રોગો થાય છે. જેના માટે ચોખ્ખાઈ આવશ્યક છે.

ઉપરાંત સફેદ દાગની બિમારી માટે ખોટી માન્યતાઓ નકારી કાઢતા તેઓ જણાવે છે કે તે ચેપી રોગ નથી તથા તેનો ઈલાજ પણ શકય છે જે લોક જાગૃતિ માટે ખુબ જરૂરી છે. રકતપિત એ કોઈ ગંભીર બિમારી પણ નથી તથા શરૂઆતથી જ જો સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે. આજના યુગમાં ચામડીના રોગ માટે લોકો મેડિકલમાં જઈ ડોકટરની સલાહ વગર જે દવાઓ તથા ટયુબાક્રીમનો ઉપયોગ કરે છે તે પણ હાનિકારક છે અને તે બિમારીઓને નોતરે છે. કારણકે સ્ટીરોઈડ નામક તત્વ જો આવી જાય તો ઘણી બધી આડ અસરો થાય છે. જે શરીર પણ ખંજવાળ, એકને (ફોલ્લી,ખીલ) રેશીસ જેવી ગંભીર બિમારીઓ માટેનું આમંત્રણ છે. ત્રણેય ઋતુમાં ચામડી પર થતી અસર વિશે તેઓ જણાવે છે કે ઉનાળામાં પરસેવાને લીધે દાદર નામનો રોગ સૌથી વધુ ફેલાઈ છે. જેની તકેદારી સ્વરૂપ બની શકે એટલા જાડા અને ફીટ કપડા પહેરવા નકારવું જોઈએ. ચામડીની સ્વચ્છતા અને સુંદરતા માટે ન્યુટ્રીશન મહત્વનો ભાગ ભજવે છે એટલે કે પોષણયુકત આહાર ત્વચાની સ્વચ્છતા જાળવવા માટે જરૂરી છે.

vlcsnap 2018 04 06 09h51m19s196ડો.ભાવેશ ડેવાની જણાવે છે કે સ્ક્રીનની હેલ્થ માટે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે જેણે પહેલા કાઢી નાખવી ફરજીયાત છે. ખાસ કરીને વાતાવરણની ચામડી પર અસર થાય છે. કારણકે ચામડી એ શરીરનું મોટામાં મોટુ ઓર્ગન છે. ત્રણેય ઋતુની બદલાતી અસર સૌથી પહેલા ચામડી પર થાય છે. ૪૨-૪૫ સેલ્શીયસ તડકામાં શરીર પર રહેતો ખુલ્લો ભાગ પર અલ્ટ્રવાયોલેટ કિરણોની પણ ખુબ જ અસર થાય છે. જેણે કારણે એલર્જી, ફોલ્લી જેવી અસર ચામડી પર દેખાય છે.

સુંદરતા વધારવા માટે સૌથી વધુ માર્કેટમાં જે ક્રીમ, લોશન પાઉડર, ટેલ્કનો ઉપયોગ થાય છે તે પણ હાનિકારક નિવડે છે બની શકે ત્યાં સુધી વિશ્ર્વાસુ બ્રાન્ડના ડોસ્મેટીકસનો જ ઉપયોગ કરવો તથા કોઈ પણ ક્રીમને ડાયરેકટ ત્વચા પર યુઝ ન કરી પહેલા હાથની ચામડી પર ટ્રાય કરી ત્યારબાદ જ ઉપયોગ કરવું હિતાવહ છે. ચામડી માટેની એક જાગૃતતા લોકોમાં ખુબ જ જરૂરી છે.જેથી ઘણી બિમારીઓ ઉદભવે જ નહીં કે કુદરતે દરેક લોકોને સુંદર ચામડી આપી છે. તેણે સ્વિકારીને ચાલવુ અને હાનિકારક અખતરાઓ બંધ કરી દેવા જોઈએ જેથી ઘણી ખરી બિમારીઓ થવાની શકયતા નહીંવત થઈ જાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.