લાંબા સમયથી રસ્તાના હલણના પ્રશ્ર્ને ચાલતા વિવાદમાં બન્ને પક્ષે એક–એક લોથ ઢળી હતી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર ભાડેરના પટેલ ખેડુતની રસ્તાના હલણના પ્રશ્ર્ને હત્યાના ગુનામાં ચાર્જશીટ બાદ મુખ્ય આરોપી જામીન અરજી ધોરાજી સેશન્સ કોર્ટે જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી તાલુકાના ભાડેર ગામે રસ્તાના હલણના પ્રશ્ર્ને ચાલતા વિવાદમાં પટેલ જુથ દ્વારા વંથલી પંથકના સંધી પ્રૌઢની કરપીણ હત્યા નિપજાવવામાં આવેલી જે હત્યાનો બદલો લેવા સામે જુથ દ્વારા છગનભાઈ સાંગાણી નામના પટેલ પ્રૌઢની કરપીણ હત્યા નિપજાવવામાં રઘુભા જયુભા વાઘેલા સહિત સાત શખ્સો સામે કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.
કોર્ટમાં ચાર્જશીટ રજુ થતા અને લાંબા સમયથી જેલ હવાલે રહેતા રઘુવીરસિંહ વાઘેલાની સેશન્સ કોર્ટે જામીન અરજી કરતા જેમાં બંને પક્ષોની રજુઆતના અંતે બચાવપક્ષના એડવોકેટની દલીલમાં ફરિયાદ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસમાં સમય વિસંગતતા હોય તેમજ કબજે લીધેલા હથિયાર અને એફઆઈઆર પણ અલગ અલગ હોવાની રજૂઆત કરી હતી.
તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ ધોરાજીની સેશન્સ કોર્ટના જજ દવેએ રઘુવીરસિંહ વાઘેલાના જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. આ જામીન અરજીમાં બચાવપક્ષે એડવોકેટ તરીકે મનીષભાઈ પાટડીયા, વિમલભાઈ ભટ્ટ અને રાજભા સતુભા જાડેજા રોકાયા હતા.