ગેરકાયદેસર ખનન ચોરી રોકવા અને ભૂ-માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પર્યાવરણ પ્રેમીઓની માગ
તાજતેરમાં સરકાર દ્વારા કરોડો રૂપીયાના ખર્ચે તૈયાર થઈ રહેલા ભાવનગરના ઉના નેશનલ હાઈવેમાં તંત્રની મીઠી નજર તળે થઈ રહેલા ભ્રષ્ટાચારને વધતા લોકોમા રોષ જોવા મળી રહ્યા છે. વર્ષો બાદ કરોડો રૂપીયાના ખચે બની રહેલા ફોર લાઈન રોડમાં કોન્ટ્રાકટરો દ્વારા હલકી ગુણવતાનું મટિરિયલ વાપરીને લોટ પાની લાકડા જેવું કામ થઈ રહ્યું છે. અને રોડ કામમાં લેવામાં આવતી લાખો ટન માટી કોન્ટ્રાકટરો દ્વારા ખૂલ્લેઆમ જયાં ત્યાંથી ઉપાડીને રોયલ્ટી ન ભરીને સરકારને કરોડો રૂપીયાનો ચૂનો લગાડી રહ્યા છે. તંત્ર પણ આંખ આડા કાન કરી કુંભકણની નિંદ્રા સુતું હોયતે સ્પષ્ટ ફલીત થઈરહ્યું છે.
રાજુલાના વિકટર નજીક ખાડી વિસ્તાર તેમજ નેસડી ગામ આસપાસથી કોન્ટ્રાકટરો આધુનિક સાધનો વડે લાખો ટન ખનીજ ચોરી કરી મોટા મોટા ખાડાઓઓ આચરી ભયાનક મુસીબતો પેદા કરી રહ્યા છે. જેને લીધે અહી અકસ્માતનો ભય પેદા થઈરહ્યો હોય જાનહાની થવાની મોટી શકયતાઓ જોવા મળી રહી છે. તાજેતરમાંજ નેસડી ગામે માટીલેવા માટે કરાયેલા ખાડા અકસ્માતે પડી જતા એક આશાસ્પદ યુવકનું મોત નિપજયું હતુ અને મહા મુસીબતે ૩૬ કલાકની જહેમત બાદ મુતદેહ મળ્યો હતો તેવી જ રીતે અહી વિકટર નજીક પણ આવી જ પરિસ્થિતિનું મળ્યા હતા તેવી જ રીતે અહી વિકટર નજીક પણ આવી જ પરિસિથતિનું નિર્માણ થાય તેવું છે. અહી હાઈવેની એકદમ નજીક માત્ર ને માત્ર દસથી પંદર ફૂટના અંતરેથી માટી ઉપાડવામાં આવી રહી છે. તે પણ અકસ્માતને નોત‚ આપવા જેવી સ્થિતિ છે
આ ખનીગ કૌભાંડમાં અનેક મોટામાથાઓ અને રાજકીય આગેવાનો પણ સંડોવાયેલા છે જો તંત્ર દ્વારા નિશપક્ષ તપાસ કરવામાં આવે તો અનેક ના પગ તળે રેલો આવે તેમ છે. તંત્ર દ્વારા આ અંગે તાત્કાલીન ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે હાલ આ વિસ્તારમાંથી સતત ખનીજ ચોરીને કારણે જમીનમાં ભૂસ્તરીય ફેરફાર પણ નોંધાઈ રહ્યા છે. અહી જે જમીન અંદરના ઘણા ફેરફાર સૂચવે છે અહી પર્યાવરણની પણ ભયંકર ઘોર ખોદાઈ રહી છે. ત્યારે સ્થાનિક પર્યાવરણ વિર્દો પણ આ અંગે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવશે નું જણાવી રહ્યા છે. ત્યારે તુરંત આ વિસ્તારમાંથી ગેરકાયદે રીતે ખનન ચોરી રોકવા અને ભૂમાફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી જેમાં પાસ સુધીના પગલા સરકાર ભરે તે જરૂરી છે. અન્યથા ના છૂટકે જિલ્લાભરનાં પર્યાવરણ વિર્દો આ અંગે હાઈવે બ્લાકે કરી ચકાજામ કરશે તેવું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે.