રવિવારે જૈનોના ૭૫ સંત-સતીજીઓનો ચાતુર્માસ પ્રવેશ
ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે રસ્તાઓ ઉપર વનસ્પતિ – અંકુરાઓ વગેરે ઊગી નીકળે છે.જૈનાગમ અનુસાર વનસ્પતિ કાય જીવ છે,તેના ઉપર ચાલવાથી તે જીવોની વિરાધના ,હિંસા થઇ જાય છે.પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્ર ના ૩૬ માં અધ્યયનમાં પૃથ્વીકાયથી લઇને ત્રસ કાય સુધીનું વિસ્તૃત વણેન સમજાવી છકાયના જીવોની દયા પાળવા માટે દિશા નિર્દેશ કરેલ છે.જૈન દશેન અહિંસાની ઈમારત પર ઊભેલો છે.પૂ.સાધુ – સાધ્વીજીઓ છકાયના રક્ષક કહેવાય છે. ત્યારે છકાય જીવોની રક્ષા કાજે ” અહિંસા પરમો ધમે ” અનુસાર અષાઢ સુદ પુનમથી કારતક સુદ પુનમ સુધી એક જ સ્થાનકે જૈન સાધુ-સાધ્વીજીઓ બીરાજમાન થઇ ચાતુર્માસ પસાર કરશે.
ચાર માસ ચતુર્વિધ સંઘ જ્ઞાન, દશેન,ચારિત્ર તથા તપની સાધના કરે છે. જેવી રીતે ખેડૂત ચાર મહિના ખેતી કરી મબલખ પાક મેળવી બારે માસ સુખેથી જીવન પસાર કરે છે,તેવી જ રીતે ચોમાસા ના ચાર મહિના આત્માની ખેતી કરવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે.જૈન આગમોમાં તીથેઁકર પરમાત્માએ સાધુ માટે નવ કલ્પી તથા સાધ્વીજીઓ માટે પાંચ કલ્પનો ઉલ્લેખ કરેલ છે.વષોકાળ સિવાય સાધુ મુનિરાજો એક જ સ્થાનકે ૨૯ દિવસ તથા સાધ્વીજીઓ ૫૯ દિવસ રહી શકે છે,વષેનો બાકીનો સમય ચાતુર્માસ કલ્પ ગણાય છે.
આ માટે જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું હતું કે ચાતુર્માસ માં જ લોકોત્તર પર્વો પવોધિરાજ પર્યુષણ પવે,સંવતસરી,આસો માસની આયંબિલ ઓળી,મહાવીર નિવોણ દિવસ,વીર લોકાંશા જયંતિ, જ્ઞાન પંચમી વગેરે પર્વો આવતા હોવાથી ભાવિકો ઉમંગ અને ઉલ્લાસભેર ધમે ધ્યાનમાં ઓતપ્રોત રહે છે.જેવી રીતે ચોમાસામાં ચોતરફ હરીયાળુ ને લીલુંછમ આહલાદ્ક વાતાવરણ જોવા મળે છે તેમ દરેક ધમે સ્થાનકો પણ શ્રાવક – શ્રાવિકાથી હર્યા-ભર્યા રહે છે.ચાતુર્માસ કલ્પ પૂણે થાય અને કારતક વદ એકમ આવે એટલે પૂ.સાધુ – સંતો ભારંડ પંખીની જેમ ” સાધુ તો વિચરતા ભલા ” એ ઉકિત અનુસાર ગ્રામાનુગ્રામ એક સ્થાનકેથી અન્ય સ્થાનકે પગપાળા વિહાર ચાલુ કરી દે છે.