કેમેરો સાથે લઈ જનારે રૂ.૧૦૦ વધુ ચૂકવવા પડશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૨૬ કરોડના ખર્ચે આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવનાર છે. સોમવારથી સહેલાણીઓ માટે વિધિવત રીતે મ્યુઝિયમ ખુલ્લુ મુકી દેવામાં આવશે તે પૂર્વે આજે મેયર બિનાબેન આચાર્ય દ્વારા મ્યુઝિયમમાં સહેલાણીઓ માટે ટિકિટના દરની જાહેરાત કરવામાં આવી હતી.
મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં આગામી સોમવારથી સહેલાણીઓ આવી શકશે. આ માટે મહાપાલિકા દ્વારા ટિકિટના દર પણ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં આવતા મોટા લોકો માટે રૂ.૨૫ અને બાળકો માટે રૂ.૧૦ નિયત કરવામાં આવ્યો છે. મ્યુઝિયમની અંદર કોઈ વ્યક્તિએ ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરવી હશે તો કેમેરો કે વીડિયો સાથે લઈ જવાની અલગથી પરવાનગી લેવી પડશે અને તેના માટે રૂ.૧૦૦ વધારાનો ચાર્જ ભરવાનો રહેશે.