લોકોને અવશ્ય રસી મૂકાવવા મહાસતીજીઓએ સંદેશ આપ્યો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અંજલીબેન રૂપાણીની પ્રેરણાથી અજરામર અને સ્થાનકવાસી જેન મોટા સંઘના મહાસતીજીઓ કોરોના વેકિસન લઈ સુરક્ષીત થયા છે. અજરામર સંઘના પૂ. સાધનાબાઈ મહાસતીજી આદીઠાણા-5 એવમ સંઘાણી સંઘના પૂ. હર્ષાબાઈ મહાસતીજી આદીઠાણા 5 એ રામનાથ હેલ્થ સેન્ટરમાં વેકસીન લીધી હતી જયારે સ્થાનકવાસી જૈન મોટા સંઘના પૂ. ઉષાબાઈ મહાસતીજી આદીઠાણા 3 એવમ પ્રહલાદ પ્લોટ સંઘના પૂ. ઉર્મિલાબાઈ મહાસતીજી અને પૂ. રાજુલબાઈ મહાસતીજી એ રામનાથ હેલ્થ સેન્ટરમાં વેકસીન લીધી આ ઉપરાંત ગોંડલ સંપ્રદયના પૂ. હંસાબાઈ મહાસતીજી આદીઠાણા 4 એ સુચક હોસ્પિટલ વેકસીન સેન્ટરમાં વેકસીન લઈ લોકોને અવશ્ય રસી મૂકાવવા અનુરોધ કર્યો છે.મહાસજીઓને વેકિસન આપવા રામનાથપરા હેલ્થ સેન્ટરના ડો. તોરલબેન શાહ તેમજ સ્ટાફ, કોર્પોરેશન આરોગ્ય સેન્ટરના હેડ ડો. રાઠોડ સુચક હોસ્પિટલના ડો. ચાર્મીબેન તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ ઉપરાંત ગોંડલ સંપ્રદાયના સેવાભાવી અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવેલ હતુ તેમજ મયુરભાઈ શાહે પણ જહેમત ઉઠાવી હતી. સેવાભાવી સંઘના અગ્રણીઓ મધુભાઈ ખંધાર, દિનેશભાઈ દોશી, ચેતનભાઈ સંઘાણી, મુલચંદભાઈ સંઘાણી, દિલીપભાઈ મહેતા, રાકેશભાઈ દોશી પણ હાજર રહ્યા હતા.