અબતક, રાજકોટ
દેશ મે 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદી મળી ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં સામાજિક આર્થિક અસમાનતા ની સ્થિતિને એક મોટો પડકાર બની ને સામે આવ્યું હતું ત્યારે સામાજીક આર્થિક અસમાનતાને દૂર કરવા માટે હંગામી ધોરણે 10 વર્ષ માટે દાખલ કરવામાં આવેલી પછાત વર્ગને અનામત આપવાની જોગવાઈ ની અસર ની સમીક્ષા કરી તેને દૂર કરવાની જોગવાઈને ભૂલી જઈને અનામતને આર્થિક અસમાનતા દૂર કરવાના ઉપાય ના બદલે મતના સ્વાર્થી રાજકારણે તેને કાયમી જેવી પરિસ્થિતિ માં બદલી નાખી ને એક મોટો પડકાર ઉભો કર્યો છે,અનામતની જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અનામતની ટકાવારી બિન અનામત થી કોઈપણ સંજોગોમાં વધવી ન જોઇએ અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અનામતની દર દસ વર્ષે સમીક્ષા કરવાની જોગવાઈને ભૂલી જઈને અનામત ક્વોટામાં સતત વધારો થઈ રહ્યો છે હવે પરિસ્થિતિ એ આવીને ઊભી રહી છે કે અનામત ફોટા ની જોગવાઈ બિન અનામત કોટાથી વધી જાય તેવી પરિસ્થિતિવચ્ચે સુપ્રીમ કોર્ટ પણ વારંવાર અનામત કોટો ન વધે તે માટે સુવિધાઓનો આદેશ કરતી આવી છે,
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને જાતિ આધારિત અનામત આપવાનો મુદ્દો સંપૂર્ણપણે રાજકીય રંગમાં રંગાઈ ગયો છે સુપ્રીમ કોર્ટે અગાઉ મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત ફોટા માં સમાવેશ ન કરવાનો આદેશ આપી દીધો છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રને અનામતની50 ટકાની મર્યાદા દૂર કરવા નો પ્રસ્તાવ કરી એક નવો જ રાજકીય મુદ્દો ઊભો કર્યો છે
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અશોક ચૌહાણ વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે પ્રસ્તાવ મુકી કેન્દ્ર સરકાર સમક્ષ અનામતની 50 ટકાની મર્યાદા દૂર કરવા માંગ કરી છે,
સુપ્રીમ કોર્ટે રાજ્યમાં મરાઠાઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત આપવાની જોગવાઈને રૂ ક જાવ નો આદેશ આપ્યો હતો અને અનામતની 50 ટકાની મર્યાદા નુ ઉલ્લંઘન ન કરવા એફ કરી હતી વિધાનસભામાં અનામતના 50% ના કોટા ને હટાવવા કરેલા પ્રસ્તાવ વખતે જોકે ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા ન હતા કેન્દ્ર સરકાર સમક્ષ મહારાષ્ટ્ર સરકારે અનામતની મર્યાદા દૂર કરવાની માંગ કરતો પ્રસ્તાવ મોકલીને અનામત નો દડો કેન્દ્ર સરકારના મેદાનમાં મૂકી દેવાની રણનીતિ હવે શું રંગ લાવે છે તેના ઉપર તમામ નિમિત મંડાયેલી છે, આઝાદી બાદ ભારતની આર્થિક સામાજિક અસમાનતા ની સ્થિતિ દૂર કરવા માટે હંગામી ધોરણે પછાત વર્ગ અને વિકાસની તક આપવા માટે દાખલ કરવામાં આવેલી અનામત જોગવાઈ અત્યારે દરેક સરકાર માટે ગળાનું હાડકું બનીને મુશ્કેલી સર્જે છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો આ મુદ્દાને પોતાના હિતમાં ઉપયોગ કરવાના વલણને લઇને જે પ્રથા 10 વર્ષ માટે ,શરૂ કરવામાં આવી તે કાયમી જેવું રૂપ લઈ ચૂકી છે, સહાયથી ક્યારેય કોઇનો ઉદ્ધાર થતો નથી સહાય શક્તિ શાળી બનાવવાના બદલેનબળા બનાવે છે, અનામત પ્રથા નો દર દસ વર્ષે સમીક્ષા કરવાનો મુદ્દો સાવ વિસરાઇ ગયો છે