ઘણા વર્ષો પહેલા લખાયેલી મહાભારતની કથાઓ અનેક લોકો અનેક રીતે અભિવ્યક્ત કરતા આવ્યા છે.મહાભારતનું મહત્વ ખાલી એક મહાન કવિતા હોવાથી નથી પરંતુ મહાભારતના પાઠ બધા યુગમાં સાચા સાબિત થાય છે.
૧- દરેક કુરબાની દઇ પોતાની ફરજ પુરી કરવી :
પોતાના જ પરિવાર સામે યુધ્ધ કરવાનુ હોવાથી અર્જુન પહેલા અનિશ્ચિત સ્થિતિમાં હતા. પરંતુ કૃષ્ણેએ ગીતાના ઉપદેશ દ્વારા પોતાનુ કર્તવ્ય, પોતાનો ક્ષત્રિય ધર્મ યાદ કરાવ્યો. કૃષ્ણએ અર્જુનને કહ્યુ કે ધર્મની લાજ રાખવા માટે જો આપણા જ પરિવારના લોકો સામે યુધ્ધ કરવુ પડે તો પણ જરાય અચકાવુ ન જોઇએ. કૃષ્ણના કહેવાથી પ્રેરીત થઇને અર્જુન બધી શંકાઓમાંથી મુક્ત થઇને પોતે યોધ્ધા હોવાની ધર્મનું પાલન કર્યુ.
૨- દરેક હાલમાં મિત્રતા નિભાવી :
કૃષ્ણ અને અર્જુનની દોસ્તી દરેક કાળમાં એક ઉદાહરણના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે. આ કૃષ્ણનું નિસ્વાર્થ સમરથન જ હતુ જેનાથી પાંડવોને યુધ્ધમાં વિજય દેવડાવામાં મહત્વની ભુમિકા ભજવી. કૃષ્ણએ દ્રોપદીની લાજ બચાવી હતી.
૩- અપૂરતું જ્ઞાન જોખમી હોય છે :
અભિમન્યુની કહાની આપણને શિખડાવે છે. કે અધુરુ જ્ઞાન કેવી રીતે જોખમી બને છે. અભિમન્યુ એ તો જાણતા હતા કે ચક્રયુધ્ધમાં પ્રવેશ કેમ કરવો પરંતુ તેમાંથી બહાર કેમ આવવુ એની જાણકારી તેમની પાસે હતી નહી. આ અધુરા જ્ઞાનની કિંમત તેને પોતાનો જીવ દઇને ચુકાવી પડી હતી.
૪- લાલચમાં ક્યારેય ન પડવું :
મહાભારતનું મોટુ યુધ્ધ ટાળી શકાય એમ હતું જો ધર્મરાજા યુધ્ધિષ્ઠિર લાલચમાં ન પડ્યા હોત. જુગારમાં શકુનીએ યુધ્ધિષ્ઠિરને લાલચમાં મજબુર કર્યા અને તેના રાજપાઠ, ધન-દૌલત બધુ છીનવી લીધુ.
૫- બદલાની ભાવના હંમેશા વિનાશનને આમંત્રણ આપે છે :
મહાભારતનું યુધ્ધ મુળ બદલાની ભાવના ના લીધે થયુ હુતં. પાંડવોને બર્બાદ કરવા માટે કૌરવો યુદ્ધમાં મૃત્યુ પામ્યા. પરંતુ શું આ વિનાશમાં પાંડવ બચી શક્યા? નહી આ યુધ્ધમાં દ્રોપદીના પાંચે પુત્ર સહિત અર્જુન પુત્ર અભિમન્યુ પણ મૃત્યુ પામ્યા.
આછે મહાભારત પાઠ. આજનો સમય મહાભારત કાળથી અલગ છે પરંતુ જીંદગીમાં દરેક સમયે ઘણાં પ્રકારના યુધ્ધ લડવા પડે છે ઘણી વખત કઠોર નિર્ણય લેવા પડે છે આ નિર્ણય આપણી માટે સહેલા થઇ શકે છે જો આપણે મહાભારતના આ પાઠ યાદ રાખીએ.