ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા દ્વારા આયોજીત ‘લક્ષચંડી મહાયજ્ઞ’ મહોત્સવમાં ૧૦ લાખથી વધુ કડવા પાટીદાર પરિવારને ભાવભીનું આમંત્રણ એટલે કે ‘મા નું તેડુ’ ભારત સહિત દુનિયાના ૧૨૯ દેશમાં મોકલવામાં આવી રહ્યું છે. શિકાગો-અમેરિકામાં વિવિધ વિસ્તારોમાં વિતરણ અર્થે આવેલ ‘મા નું તેડુ’ની આમંત્રણ પત્રિકાઓના ઢોલ નગારા સાથે વધામણા સ્વપે કંકુછાંટણા કરવામાં આવ્યા. મા કુળદેવીનો જય જયકાર કરી અદભૂત અને દિવ્ય વાતાવરણમાં ભાઈઓ, બહેનો તથા વડીલોએ માના ભકિતરસથી તરબોળ થઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શિકાગો અમેરિકામાં ‘મા નું તેડુ’ આમંત્રણના ભવ્ય વધામણા
Previous Articleલંડનમાં ગોપાલાનંદ સ્વામીનો ર૧રમો દિક્ષાદિન ઉજવાયો
Next Article સિનીયર સિટીઝનના પસંદગી મેળામાં ભીડ ઉમટી