સમુદ્ર માર્ગે દ્વારકાનું પ્રવેશ દ્વાર ગણાતું અને પ્રકૃતિની અદભૂત છટાનું દર્શન કરાવતું સ્થળ તે દ્વારકાનું સમુદ્રની વચ્ચે આવેલું ભડકેશ્ર્વર મહાદેવનું પ્રાચીન શિવમંદિર સમુદ્રની જળરાશીથી ઘેરાયેલા કોઈ ધ્યાનમગ્ન ઋષિમૂનિ જેવા લાગતા આ દિવ્ય શિવાલયમાં ભાવપૂર્વક શિવજીની પૂજા અર્ચના થાય છે. મહાશિવરાત્રીનાં દિવસે અહી પરંપરાગત રીતે મહોત્સવ અને લોકમેળાનું પણ આયોજન થતું હોય છે. સાધક, ભકત કે પ્રકૃતિ પ્રેમીએ અહિં સ્વાભાવિક લાગી જતા ધ્યાનની અનૂભૂતિ કરવા, જીવ અને શિવની એકતાનો અનુભવ કરવા અને ચોતરફ ફેલાયેલા કેસરીયા પથ્થરો તથા અફાટ સમુદ્રની લહેરોની છાલક લેવા આ શિવાલયની મુલાકાત લેવા જેવી છે. એક એવી માન્યતા છે કે, ખડક શબ્દ પરથી અપભ્રંશ થઈ ભડક થયું હશે અને તેના ઉપરથી ભડકેશ્ર્વર નામ પડયું હશે. સમુદ્રમાં ઉંચા ખડકના ટેકરા ઉપર આઢ થયેલા આ ભડકેશ્ર્વર શિવાલય દર્શનીય છે. અને અનેકની શ્રધ્ધાનું કેન્દ્ર છે. મંદિરના પગથીયા ચઢતા બહુરંગી દરિયાઈ વનસ્પતિ, સુંદર પરવાળા તથા રંગેરંગી માછલીઓનું સૌદર્ય અહી ચોતરફ જોવા મળે છે. કદાચ પ્રાચીનકળમાં અહિં ધરતીકંપો કે ત્સુનામી આવ્યા હશે. જેના ફળ સ્વરૂપે અહી ઠેર ઠેર ખડકો વિખરાયેલા પડયા છે. અહી અરબી સમુદ્ર પરથી વહેતા ઠંડા પવનના સુસવાટા સાથે ફરકતી મંદિરની ધ્વજાને કારણે જાગતો એક અદભૂત નાદ સાધકના હૃદયને એવી જ એક અદભૂત અનૂભૂતિ કરાવે છે.
Trending
- મહેસાણા: વિસનગરથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો
- મેરી ક્રિસમસ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નાતાલની રંગે ચંગે ઉજવણી
- હવે ધો.11 સાયન્સમાં ગ્રૂપ બદલીને પણ અભ્યાસ કરી શકાશે
- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની 100મી જન્મજયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- રાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
- ગુજરાતમાં મોટી ટ્રેન દુર્ઘટના! સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
- રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 5 ના મો*ત
- નિંદ્રા દરમિયાન શ્ર્વાસોચ્છવાસની ક્રિયાના અવરોધમાં વજન ઘટાડવાની દવા અકસીર