ઝવેરચંદ મેઘાણીને ૨ વર્ષની કેદ બાદ સાબરમતી જેલમાં રખાયા સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં આ પ્રસંગે ૮૮ વર્ષ પૂર્ણ થયા
અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ – ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ – ધંધુકાની ભરી અદાલતમાં મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ‘સિંધુડો’માંથી ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ (‘છેલ્લી ર્પ્રાના’) ગીત ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ઉપસ્તિ વિશાળ માનવ મેદની તા મેજિસ્ટ્રેટ સમેત સહુની આંખો આંસુભીની ઈ. ઝવેરચંદ મેઘાણીને ૨ વર્ષની કેદની સજા ફરમાવાઈ અને સાબરમતી જેલમાં રખાયા. તે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ ઐતિહાસિક પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.
મહાત્મા ગાંધીએ વાઇસરોયને ખાસ પત્ર લખીને ધ્યાન દોર્યુ હતું : ‘ગુનો કર્યાનું કહેવાય છે તે સમયે તો કવિ રાણપુરમાં પોતાને ઘર ઘસઘસાટ ઊંઘતા હતા.’
એ સમયે ‘ડાક બંગલા’ તરીકે ઓળખાતા, જિલ્લા પંચાયતનાં હાલનાં ‘રેસ્ટ-હાઉસ’માં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી. જે ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં ૨૦૧૧માં ‘મેઘાણી ઓટલો’ પ્રસપિત યો છે. આ ઐતિહાસિક ઘટનાને નિરૂપતું માહિતીસભર પ્રદર્શન તા ઝવેરચંદ મેઘાણીનાં રેખાચિત્ર અને હસ્તાક્ષર કોતરેલી કાળા ગ્રેનાઈટમાં સોનેરી અક્ષરોવાળી આકર્ષક તકતી પણ ૨૦૧૩માં પ્રસપિત યાં છે. આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ પ્રસંગની ૮૮મી જયંતી છે ત્યારે ‘શૌર્યભૂમિ’ ધંધુકા સ્તિ આ ઐતિહાસિક સ્ળ જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે.
સર્મ સાહિત્યકાર-સંશોધક, સ્વાતંત્ર-સેનાની તેમ જ સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભક્તિના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. એમનાં રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ ઈ ગયાં હતાં. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમનાં આ ગીતોી પ્રચંડ લોકજુવાળ ઊભો તાં બ્રિટીશ સરકાર પણ ચોંકી ગઈ હતી. મહાત્મા ગાંઘીએ એમને ‘રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવપૂર્ણ બિરુદી નવાજ્યા હતા.
ધોલેરા સત્યાગ્રહને અનુલક્ષીને ધોળકા પ્રાંતના ફર્સ્ટ ક્લાસ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઇસાણીએ ધંધુકામાં ખાસ મુકામ કર્યો હતો અને ડાક-બંગલા ખાતે એક વિશેષ અદાલત ઊભી કરાઈ હતી. હજારોની સંખ્યામાં લોકો અદાલતના પ્રાંગણમાં ઊમટ્યાં.
ફરીયાદી પક્ષનું કામ પૂરું યે ઝવેરચંદ મેઘાણીને પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવી. તેનો અસ્વીકાર કરતાં ઝવેરચંદ મેઘાણીએ પોતાના વિચારો વ્યક્ત કરતું નિવેદન કોર્ટમાં સંભળાવ્યું. બ્રિટીશ સરકારની પોકળતા છતી કરતા ઝવેરચંદ મેઘાણીના ધારદાર બયાની લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ.
એ પછી ઝવેરચંદ મેઘાણીએ કોર્ટને પૂછ્યું : ‘મારે એક ર્પ્રાના ગાવી છે.’ પરવાનગી હોય તો ગાઉં. કોર્ટે અનુમતિ આપતાં ઝવેરચંદ મેઘાણીએ ધીરગંભીર અવાજે એમનું સ્વરચિત ગીત ‘છેલ્લી ર્પ્રાના’ ગાવાનું શરૂ કર્યુ : ફુલાવેલા ગળામાંી નીકળતા આર્તસ્વરો અદાલતમાં ગુંજી ઊઠ્યા. વાતાવરણ લાગણીભીનું બની ગયું. જેમ જેમ ર્પ્રાના આગળ ચાલી તેમ તેમ માનવમેદનીની આંખો ભીની ઈ. ઉપસ્તિ ભાઈ-બહેનોની આંખો રૂમાલ, પહેરણની ચાળો અને સાળુના પાલવો તળે છુપાઈ.
‘ની જાણ્યું અમારે પં શી આફત ખડી છે : ખબર છે આટલી કે માતની હાકલ પડી છે’ પંક્તિઓ આવી ત્યાં તો કોર્ટના ઓરડામાં, ઓરડાનાં દ્વારોમાં ને ફરતી ઓંસરીમાં હૈયેહૈયું દળાય તે રીતે ભીડાભીડ ઊભેલાં ભાઈ-બહેનોએ અત્યાર સુધી માંડ દાબી રાખેલ ડૂસકાં પથ્રને પણ પીગળાવે તેવી રીતે હીબકવા લાગ્યાં ને મહાપરાણે રોકેલાં રુદનના અચાનક છૂટી પડેલા સ્વરો સર્વત્ર સ્પષ્ટ સંભળાઈ રહ્યા.
ઝવેરચંદ મેઘાણીનાં વાંકડિયાં કાળાં જુલફાં, ઉન્નત મસ્તક, લાલઘેઘૂર આંખો, ઊંચા પહોળા હા એક ભવ્ય ચિત્ર ઉપસાવતાં હતાં. ર્પ્રાના પૂરી તાં એ ખુરશી પર બેસી ગયા. અદાલતમાં ચુપકીદી છવાઈ ગઈ. કોર્ટનું મકાન ડૂસકાં ને આર્તનાદોી કંપતું રહ્યું. મેજિસ્ટ્રેટ ઇસાણીની આંખ પણ આંસુભીની ઈ ગઈ. ફેંસલો બીજા દિવસ પર મુલતવી રાખવામાં આવ્યો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com