હું…તું… કે આપણે કેવા છે તમારા સાથી સાથેના રિલેશન ???
એક એવો મેજીક વર્ડ જે તમારા રિલેશનને વધુ મજબૂત બનાવે છે…!!!
એવું ઘણી વાર જોવા મળ્યું છે કે જેમ જેમ રિલેશનમાં સમય વીતતો જાય છે તેમ તેમ પતિ-પત્ની એકબીજાથી દૂર થતા જાય છે. એવા મીઠા મધુરા સંબંધો લગ્નના થોડા સમય બાદ નથી હોતા જેવા શરૂઆતના સમયમાં જોવા મળતા હોય છે. આ પરિસ્થિતિનું એક કારણ એ પણ છે કે આજની વ્યસ્ત જીવનશૈલી જેમાં દરેક પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે અને જયારે સાથે હોય છે.
ત્યારે પણ આરામના મૂડમાં જ હોય છે એટકે કે એકબીજા માટે સમય જ કદાચ નથી રહ્યો એવું છે. આ ઉપરાંત એ બાબત પણ જવાબદાર છે કે જ્યાં વ્યક્તિ માત્ર પોતાનો જ વિચાર કરતો થયો છે જેમાં સંબંધ માટે પણ હું ,તું, તારૂ, મારુ કરતા થયા છે. તેવા સમયે અહીં એક એવી વાત કરવી છે જેનાથી સંબંધમાં આવેલી દુરી અને કડવાશ ધીમે ધીમે સૌ દૂર થયી જાય અને સાથે સાથે સકારાત્મક પરિણામ પણ પ્રાપ્ત થાય છે.
કયો છે એ મેજીક વર્ડ…???
જયારે બે વ્યક્તિ હંમેશને માટે સાથે રહેવાનો નિર્ણય કરે છે ત્યારે એ નથી ખબર હોતી કે તેઓની લાઈફ આગળ જતા કેટલી સુખી કે દુ:ખી હશે. શરૂઆતનો સમય ખૂબ જ સુંદર અને રોમાન્ટિક હોય છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે.
તેમ તેમ બંનેના વિચારો અને મંતવ્યમાં વિરોધાભાસ દરસાય છે તેવા સમયે બંને એકબીજાની વાત માટે તારું મારુ કરતા થાય છે. પરંતુ જો એ સમયે થોડુંક વિચારીને અને સમજીને એક આપણે એવો શબ્દ પ્રયોગ કરે તો આ પ્રકારની પરિસ્થિતિ બચી શકાય છે. અને રિલેશનમાં પણ એક સકારત્મક વાતાવરણ મેળવી શકાય છે.
જે કપલ આ વાતને સમજે છે અને હંમેશા એ વાતનું ધ્યાન રાખીને શરૂઆતથી જ આ રીતે એકબીજા માટેની અન્ડરસ્ટેન્ડિંગ દર્શાવે છે ત્યાં સંબંધમાં વિકટ પરિસ્થિતિને સ્થાન જ નથી મળતું હોતું. આપણે એક એવો શબ્ધ છે.
જે એકબીજા પ્રત્યનું માનસન્માન અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. એટલે જે લોકો પોતાના સાથી માટે હંમેશા આ રીતે આપણે, આપણું જેવા શબ્દોનો ઉપયોગ કરે છે તે હંમેશા ખુશ રહે છે.