શું રસીની ભરમાર કોરોના નાથશે??
રસી આવી ગયા બાદ પણ તેનો ડોઝ કઈ રીતે, ક્યારે અને કેટલા સમયે આપવો તે ઉપર પણ એક મોટો પ્રશ્ર્નાર્થ
ભારતની સિરમ ઈન્સ્ટીટ્યુટે વિશ્વની ૮૦% રસી વિકસાવી લીધી!!
કોરોના મહામારી સામે વિશ્ર્વ આખુ ઝઝુમી રહ્યું છે. કોરોનાની રસીને લઈ સરકારથી માંડી સંશોધકો અને પ્રજાજનો ઉંધે કાંધ પડયા છે. વહેલીતકે રસી આવી જાય અને આ અનિયંત્રિત એવા કોરોના વાયરસને નિયંત્રિત કરી શકાય તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ શું રસીની ભરમાર કોરોનાને નાથશે?? શું માત્ર રસીકરણથી જ કોરોના નિયંત્રિત થઈ જશે?? તો આનો સ્પષ્ટ પણે જવાબ નામાં આપી શકાય કારણ કે હાલના સમયમાં ઘણી રસી અંતિમ તબકકાના પરીક્ષણમાં તો છે જ પરંતુ તે રસીની ૧૦૦ ટકા વિશ્ર્વસનીયતાનો અભાવ છે. કયા તબકકે કયારે અને કઈ રીતે રસીનો ડોઝ આપવો તે અંગે પણ અસંમજસ છે. કોરોનાને નાથવા વેકિસન ‘જાદુઈ છડી’ તરીકે ભૂમિકા ભજવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આ હજુ જોજનો દૂર છે. જો કે, સંપૂર્ણ પણે કોરોના મૂકત થવા રસી ‘જાદુઈ છડી’ નથી આ માટે તમામે નિયમોનું પાલન અને જાગૃકતા દાખવવી એક અનિવાર્ય પરિબળ છે.
કોરોના મહામારીને અંકુશમાં લેવા સમગ્ર વિશ્ર્વના વૈજ્ઞાનિકો, સંશોધકો અને સાથે સરકાર પણ મથામણ કરી રહી છે. એકલા ગુજરાતમાં અલગ અલગ ૩૦ થી વધુ પ્રકારની રસીઓ પરીક્ષણ હેઠળ છે.તેમજ સ્વદેશી રસીના ઉત્પાદન પર ભાર મૂકાઈ રહ્યો છે. અહેવાલના જણાવ્યા મુજબ ભારતની સીરમ ઈન્સ્ટીટયુટે ઓકસફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રીજેનેકાની સાથે મળી વિશ્ર્વની ૮૦ ટકા રસી વિકસાવી લીધી છે. જેનું નામ ઉમહ ૧૨૨૨ છે. આ રસી માટે બે તબકકાનું પરીક્ષણ થઈ ચૂકયું છે. અને હાલ ત્રીજા તબકકાનાપરીક્ષણ હેઠળ છે. કંપનીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે સરકારના દિશા નિર્દેશ મુજબ, આ રસી સંપૂર્ણ પાસ થયા બાદ તેને લોન્ચ કરાશે અને વિશ્ર્વ આખામાં જરૂરીયાતમંદ દર્દીઓ સુધી પહોચાડવાનો હેતુ મુખ્ય રહેશે આ રસી અન્ય વિદેશી રસીઓની સરકામણીએ નીચી કિંમતે અપાશે વિશ્ર્વ આખાની જરૂરીયાત મુજબ ૮૦ ટકા ઉત્પાદન થયું છે. જેના સંપૂર્ણ પાસિંગ બાદ બજારમાં મૂકાશે. આ રસી મહામારીના નિયંત્રણ માટે બનાવાઈ છે. નહિ કે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી નફો રળવા તેમ કંપનીએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા, રશિયાની રસીની કિંમતો ખૂબ મોંઘી અંકાઈ રહી છે. યુએસની ટર્ફીઝર, બાયોટેક અને મોડર્નાકે જેનું રસીકરણ વિકાસશીલ અને આર્થિક રીતે સભર ન હોય તેવા દેશોને પરવડે તેમ નથી. આથી ઓકસફોર્ડ યુનિવર્સિટી સાથે મળી ભારતની સિરમ ઈન્સ્ટીટયુટ દ્વારા વિકસાવવામાં આવેલી રસીને વધુ પ્રતિસાદ મળે તેવી પ્રબળ શકયતા છે. પરંતુ ભારત સહિતની તમામ રસીઓ પર સોમણનો સવાલ છે. વિશ્વસનિવતાનો??
લોકો સુધી રસી કઈ રીતે પહોચાડવી?? કોને પહેલા આપવી?? તે તમામ વ્યવસ્થા ઓ કપરી છે. પણ આ સાથે રસીની આડઅસરો અંગે પણ પ્રશ્ર્નાર્થ છે. આથી જ રસીકરણ બાદ લોકોને કોઈ અન્ય બિમારી કે નુકશાનકારક અસરનો સામનો ન કરવો પડે તે સુનિશ્ર્ચિત કરવું ખૂબ જરૂરી છે. સંશોધકોના મત મુજબ સૌ પ્રથમ દર્દીઓને રસીનો અડધો ડોઝ જ આપવો હિતાવહ છે. અને ત્યારબાદ ચાર અઠવાડિયે એક પૂરો ડોઝ આપવો જોઈએ જેથી આડઅસરની શંકાનું સમાધાન થઈ શકે પરંતુ આ અંગે જોખમતો ખરૂ જ !!