વિજય સાથે ભારતે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી: શ્રીલંકા સામે સતત 10મી વન-ડે શ્રેણી જીતી: કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ બન્યો
ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી વન-ડે ક્રિકેટ મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે પરાજય આપીને ત્રણ મેચની સીરિઝ પણ જીતી લીધી છે. આ વિજય સાથે ભારતે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. અગાઉ ભારતે શ્રીલંકાને ત્રણ ટી20 મેચની સીરિઝમાં 2-1થી પરાજય આપ્યો હતો. જો કે બીજા વન-ડેની વાત કરવામાં આવે તો, ઈડન ગાર્ડનની પીચ પર રનના ઢગલા થતા હોય છે
પરંતુ ગઈકાલના મેચમાં પીચે જાણે મિજાજ બદલ્યો હોય તેમ લો સ્કોરિંગ મેચ થયો હતો. જો કે બન્ને ટીમના બોલરોનું પ્રદશન સારું રહ્યું હતું. ભારત તરફથી બોલર કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાઝે પોતાનો જાદુ દેખાડ્યો હતો. ત્યારે ભારતીય બંને બોલરો સામે શ્રીલંકાના બેટ્સમેન ઘૂંટણીયે પડી ગયા હતા. ત્યારે બાદ ભારતીય બેટ્સમેનોએ પોતાનું ધૂંઆધાર બેટીંગ કરી હતી.
ભારતે શ્રીલંકાને બીજી વન-ડેમાં ચાર વિકેટથી હરાવ્યું છે. ત્યારે 216 રનનાં ટાર્ગેટ સામે ભારતે 43.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને જીતનો ડંકો વગાડ્યો હતો. ભારતીય ટીમના હીરો કે.એલ. રાહુલે 103 બોલમાં 64 રન બનાવ્યા હતા. ત્યારે 103 બોલમાં છ ચોક્કાનો સમાવેશ થાય છે. રાહુલ સિવાય હાર્દિક પંડ્યાએ 36 અને શ્રેયસ ઐયરે 28 રનની રમત રમી હતી.
ભારતે બીજી વનડેમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે તેણે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની જીતનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો જેણે અણનમ અડધી સદી ફટકારી હતી.
ઓપનિંગ નહિ પરંતુ પાંચમા નંબરે રમતને વધારે સમજી શકું છું: લોકેશ રાહુલ
રાહુલે કહ્યું કે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાથી તેને મેચની સ્થિતિ સમજવા અને બેટિંગ કરવા બહાર નીકળતા પહેલા આરામ કરવાનો સમય મળે છે. એક વાતનો મને ખરેખર આનંદ છે કે તમારે પાછા બેટિંગમાં ઉતાવળ કરવાની જરૂર નથી. નં. 5 પર બેટિંગથી મને મારી રમતને થોડી સારી રીતે સમજવામાં મદદ મળી છે. બોલ થોડો જૂનો હોવાને કારણે, તમારે તરત જ સ્પિન રમવું પડશે અને હું સામાન્ય રીતે તેનો ઉપયોગ કરતો નથી.
દેખીતી રીતે રોહિત શર્મા ખૂબ સ્પષ્ટ છે કે ત્યાં જ તે ઈચ્છે છે કે હું બેટિંગ કરું અને તેણે મને તે વાત પહોંચાડી છે.તેથી હવે હું મારી જાતને આ પદની આદત પાડવા માટે પડકાર ફેંકી રહ્યો છું. રાહુલે કહ્યું, “બોલરોએ ખરેખર સારી બોલિંગ કરી, તેઓએ દબાણ જાળવી રાખ્યું અને જ્યારે તમે ટીમને 200-220 રનમાં ઓલઆઉટ કરી દીધી, ત્યારે પાછળથી પીછો કરવો થોડો સરળ બની જાય છે,” રાહુલે કહ્યું. “તમે જાણો છો કે એક ઓવરમાં ત્રણ-ચાર રન એટલો પડકારજનક નથી પણ શ્રીલંકાએ સારી લડત આપી હતી. તેઓએ બોલ સાથે ખરેખર સારી શરૂઆત કરી હતી, તેઓએ શરૂઆતમાં સફળતા મેળવી હતી અને અમારા પર દબાણ હતું, પરંતુ અમે મધ્યમાં આનંદ માણ્યો હતો.