આંકડાઓના શુભ-અશુભ વચ્ચે માનવી ઝોલા ખાય છે
કોરોના વિશ્વભરમાં ફેલાયો અને દુનિયામાં મુશ્કેલી સર્જાણી તે માટે લોકો આંકડા ને અશુભ માને છે કે કેમ તેનાં પર મનોવિજ્ઞાન ભવન દ્વારા 1171 લોકો પાસેથી વિગતો મેળવીને સર્વે હાથ ધર્યો
આંકડાઓની વાત નીકળતા જ તેનું દિમાગ અતિ તેજ ગતિથી દોડવા લાગે છે. આંકડાઓની એક અનોખી જ માયાજાળ છે. આકડાઓથી જ આપણું મન ઘેરાયેલું હોય છે. ત્યારે મોટાભાગના ક્રિકેટરો પણ પોતાની જર્સી પાછળ લખેલા નંબરને શુભ માનતા હોય છે. જાપાનમાં 4 નો અંક પણ અશુભ માનવામાં આવે છે. જાપાન સમગ્ર દેશમાં લિફ્ટમાં પણ ત્રીજા પછી સીધો પાંચમો અંક જ જોવા મળે છે.
આપણું મન આપણી સાથે જુદી જુદી રમતો રમતું હોય છે. ક્યારેક તે આપણને આધાર વગરના અશુભ આંકડાની ગૂંચવણ માં નાંખે છે તો ક્યારેક આપણને એવી પગમાં બેડી નાખી દે છે, આપણું મન ખુદ જાણતું હોય છે કે આ બાબતો નિરર્થક છે છતાં આપણે તેની આભામાં આવી જતા હોઈએ છીએ. ઘણીવાર કોઈ કામ માટે જતા હોઈએ ત્યારે એ લાગે છે કે આટલા ડગલામાં ત્યાં પહોંચી જાશું તો કામ થઈ જશે અને મનની આ વાતને માનીને ઘણીવાર આપણે જાણીજોઈને ટૂંકા કે લાંબા ડગલા ભરીને મને નક્કી કરેલા આંકડા મુજબ જેતે જગ્યા પર પહોંચતા હોઈએ છીએ.
મનોવિજ્ઞાન ભવનમાં સલાહ માટે આવેલ વ્યક્તિનું વર્તન
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષની ચેમ્બર માં માનસિક સલાહ માટે એક વ્યક્તિ આવેલ. થોડીવાર તો તે શાંતિથી બેઠા પછી તેનાં ચહેરા પર અજીબ ભાવ જોવા મળ્યો. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે આવેલ વ્યક્તિને પોતાની સમસ્યા જણાવવાનું કહ્યું ત્યારે તે વ્યક્તિએ પોતાની સમસ્યા બતાવવાના બદલે દબાતા સુરે *જણાવ્યું કે સાહેબ આ ખુરશી હું બહાર મુકી દઉં?? તેને કાંઈ જવાબ આપે તે પહેલા તે વ્યક્તિ ખુરશીને બહાર મૂકીને ઓફિસમાં આવી બેસી ગયો. હવે તેનાં ચહેરા પર શાંતિ દેખાતી હતી. તેને પૂછવામાં આવ્યું કે શા માટે ખુરશી બહાર મુકી તો તેણે જણાવ્યું કે તમારા ટેબલ ફરતે 4 અને સામે ત્રણ ઍમ કુલ સાત ખુરશી છે. સાતનો આંકડો મારાં માટે ખુબ જ અનલકી છે. જ્યાં જ્યાં સાત અંક દેખાય ત્યાં મારું મન વ્યાકુળ થઈ જતું હોય છે.
આ વ્યક્તિને અનિવાર્ય ક્રિયા દબાણ હતું એટલે કે આંકડાઓનો સરવાળો કરવો અને તેનાં વિશે મનને સતત સજાગ રાખવું અને ચોક્સ ભય અનુભવવો તે ઘઈઉ નું ઉદાહરણ છે. 2020 માં કોરોના વિશ્વભરમાં ફેલાયો અને દુનિયામાં મુશ્કેલી સર્જાણી તે માટે લોકો આંકડા ને અશુભ માને છે કે કેમ તેનાં પર મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ અને અધ્યાપક ડો. હસમુખ ચાવડાએ 1171* લોકો પાસેથી વિગતો મેળવીને સર્વે કરેલ. આ સર્વેના તારણો આ મુજબ જોવા મળ્યા..
- 2020ની શરૂઆતથી કોરોનાની આફત આવી છે માટે આ અંક અશુભ છે એવું તમને લાગે છે? આ પ્રશ્નના જવાબમા 81% એ જણાવ્યું કે 2020 બુંધિયાળ અને અપશુકનિયાળ છે જ્યારે 19% એ કહ્યું કે એવું નથી.
- 2021માં કોરોનાની આફત આપણે ત્યાં વઘુ ભયાનક રહી તેનું કારણ અંક છે એવું તમને લાગે છે? 72% એ જણાવ્યું કે હા અંક અશુભ છે માટે આફત વધી જયારે 28% એ ના જણાવી.
- 2020-21 કરતાં 2022 વઘુ ભયાનક હશે કેમકે તેમાં વઘુ એક 2 નો અંક ઉમેરાયો છે એવું તમને લાગે છે? 63% ને એવું લાગે છે કે 2020-21 કરતાં 2022 વઘુ ભયાનક હશે કેમ કે તેમાં 2 નો અંક ઉમેરાશે જયારે 27% એ આવું ન હોય તેમ જણાવ્યું.
- મહામારી પાછળ 2020 નો અંક જવાબદાર છે એવું તમને લાગે છે? 74% એવું માને છે કે 2020 નો અંક જવાબદાર છે જયારે 26% એવું માનતા નથી.
- 2020 કરતાં 2021 માં મહામારી વઘુ ભયાનક થઈ હવે 2022 માં ખુબ જ વઘુ ભયાનક સ્થિતિ થશે એવું લાગે છે? આ પ્રશ્નના જવાબમાં 80.10% એ હા જણાવી જયારે 19.90% એ નાં જણાવી.
- કોરોના મહામારી માટે 20નો અંક જવાબદાર છે એવું તમને લાગે છે? 63.90% ને મહામારી માટે અશુભ અંક 20 લાગે છે જયારે 36.10% ને એવું લાગતું નથી.
અન્ય મંતવ્ય
- કોઈ દેશમાં 13 નંબર ને એટલો અશુભ માનવામાં આવે છે કે 12 પછી સીધા 14 નંબર થી ગણતરી થાય છે તેની જેમ 20 ની લાઈન જ કેલેન્ડર માંથી દૂર કરી 30 થી શરૂઆત કરવી જોઇએ.
- અશુભ અંક જેવું હોય છે અને 2020 નો દસકો દુનિયા માટે ભયાનક સ્થિતિ લાવશે એવું લાગે છે.
- ભારતીય જ્યોતિષ આંકડા આધારે હોય છે અને આંકડાઓ અશુભ પરિણામ લાવે છે તે હકીકત છે.