એમએનએસનાં વડા રાજ ઠાકરે કોઈપણ રોકાણ વગર ૨૦ કરોડ રૂપિયા કમાયા છે જે ઈડીની નજર હેઠળ પણ આવી ગયા છે. કોહીનુર સ્કવેર ટાવરનાં નિર્માણમાં ભાગીદારી પર રહેલા રાજ ઠાકરેનું કોઈપણ રોકાણ ન હોવા છતાં તે ૨૫ ટકાનો સ્ટેક ધરાવે છે જેનાં કારણે તેને ૨૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. એનફોર્સમેન્ટ ડાયરેકટરેટ દ્વારા બીજા રાઉન્ડ માટે તેને પ્રશ્નોતરી માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં રાજ ઠાકરે સહિત અન્ય ૭ લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા જેમાં તેમનાં મિત્ર રાજન શિરોડકર કે જેઓએ માતુશ્રી રીયલટર કે જેઓએ કો-ઓપરેટીવ બેંક પાસેથી ૩ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ૨૦૦૫માં કંપનીએ કોહીનુર ટાવર પ્રોજેકટમાં ૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું પરંતુ ૨૦૦૮માં તેઓએ તેમનાં હકો કોહીનુર સીટીએનએલને ૮૦ કરોડ રૂપિયામાં વહેંચી દીધા હતા જેમાંથી ૨૦ કરોડ રૂપિયા તેઓએ રાજ ઠાકરેને આપ્યા હતા.

રાજ ઠાકરેને ૨૦ કરોડ મળતાની સાથે જ તેઓએ તેનું રોકાણ અન્ય જગ્યા પર કર્યું હતું. હાલ ઈડી એ તપાસ કરી રહ્યું છે કે, રાજ ઠાકરેનો હેતુ અન્ય પ્રોપર્ટી માટેનો શું હતો. ૨૦૦૮માં આઈએલ એન્ડ એફએસ દ્વારા કોહીનુર પ્રોજેકટમાં ૨૨૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું જેમાં તેને ૯૦ કરોડનાં ઈકવીટી શેર સરેન્ડર કરાવી નુકસાની વેઠવી પડી હતી. આઈએલ એન્ડ એફએસે ૩૫ કરોડ રૂપિયાની લોન કોહીનુરને અંતમાં આપી હતી જયારે હાલ ઈડી દ્વારા રાજ ઠાકરેની પુછતાછ કરવામાં આવી રહી છે અને તે અંગેની વિશેષ માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.