ટિકટોક યુઝર્સ માટે સારા સમાચાર ર૧ દિવસ બાદ એપ પરથી પ્રતિબંધ હટાવાયો

ટિકટોકના યુઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મદ્રાસ હાઇકોર્ટુે ચીની મોબાઇલ એપ ટિકટોક પરથી ર૧ દિવસ બાદ પ્રતિબંધ હટાવી લીધો છે. મદ્રાસ હાઇકોર્ટે ત્રીજી એપ્રિલના રોજ આ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે બાદ દુરસંચાર મંત્રાલયે ગુગલ અને એપલને પોતાના સ્ટોરમાંથી આ એપ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.

મદ્રાસ હાઇકોર્ટના નિર્ણયને ચીની કંપની બ્રાઇટડાંસે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો અને અપીલ કરી હતી. કંપનીએ કહ્યું હતું કે પ્રતિબંધ લાગતા તેમની કંપનીને રોજ પાંચ લાખ ડોલરનું નુકશાન થઇ રહ્યું છે. કંપનીમાં કાર્યરત રપ૦ જેટલા લોકોની નોકરી પણ ખતરામાં છે. આ એપને બ્રાઇટડાંસ ટેકનોલોજીએ બનાવી છે અને  તેનું મુખ્યાલય બિજીંગમાં છે. હાલના સમયમાં ટિકટોક એપ ખુબ જ લોકપ્રિય બની છે આ એપ ખુબ જ હોટફેવરિટ છે ભારતમાં જ અંદાજે ૩૦ કરોડ જેટલા યુઝર્સ છે. ઉલ્લેખનીય છે કે મદ્રાસ બેન્ચે ટીકટોક પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.